ગુજરાતમાં બે વાવાઝોડા ત્રાટકશે, આંબાલાલ પટેલની અમંગળ આગાહી
19મીએ અરબ સાગર ને 28મીએ બંગાળની ખાડીથી આવશે
નવેમ્બર મહિનામાં ફરી એકવાર તોફાની વાવાઝોડું ત્રાટકવાનું છે. અરબ સાગરમાં મોટી હલચલ થવાની છે. માત્ર અરબ સાગર જ નહિ, મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં પણ નવું વાવાઝોડું આકાર લેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ પહેલું વાવાઝોડું અરબ સાગરથી આવશે. 19 નવેમ્બર બાદ અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ ભારત તરફ વર્તાઈ શકે છે. 15 નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવ થવાની શક્યતા રહેશે અને 18 નવેમ્બર બાદ હળવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે.
બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે. 28થી મધ્યમ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં તારીખ 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી એક ડિપ ડિપ્રેશન કે ચક્રવાત સર્જાવવાની શક્યતા રહેશે જેની અસર દક્ષિણ પૂર્વીય તટો પર રહેશે. આ કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અને સાઈક્લોન બને તો પવનની ગતિ વધુ તેજ થાય.
આ સિસ્ટમની અસર છત્તીસગઢ, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. 22 નવેમ્બર દેશના ઘણા ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. 19 તારીખથી હળવા વાદળછાયું વાતાવરણ રહેશે. દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા, નવેમ્બરના અંતમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠાના એંધાણ વર્તાઈ શકે છે.