પોરબંદરના આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે પિતરાઇના મોત
પોરબંદર આદિત્યાણા રોડ પર એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવનનોને ગંભીર ઇજા પહોંચતા તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.આ બંને યુવાનો પોરબંદરના બખરલા ગામમાં વતની હોવાનું સામે આવ્યું હતું.આ ઘટનાને લઈને આ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.
પોરબંદર જીલ્લાના માર્ગો પર સમયાંતરે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. મંગળવારે રાત્રીના પણ વધુ એલ ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો.પોરબદર આદિત્યાણા રોડ પર એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઇકમાં સવાર અને બખરલા ગામે રહેતા મારુ કિસ્મત ગોવિદભાઈ અને મારું વિપુલ ભરતભાઇ નામના એક જ કુટુંબના બે યુવાનોને ગંભીર ઇજા પહોંચતા બંને યુવાનોને ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.આ અકસ્માતને પગલે આ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.આ અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને બંને મૃતકોના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.