For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના મેતાખંભાળિયા પુલ પરથી નીચે પટકાતાં બે પિતરાઇનાં મોત

05:33 PM Feb 15, 2024 IST | Bhumika
ગોંડલના મેતાખંભાળિયા પુલ પરથી નીચે પટકાતાં બે પિતરાઇનાં મોત

ગોંડલથી દેરડી જવાનાં માર્ગ પર મેતાખંભાળીયાનાં પુલ પરથી ગત રાત્રીનાં બાઇક પર પસાર થઈ રહેલા દેરડી રહેતા બે પિતરાઇ બંધુઓનાં પુલ નીચે ખાબકતા માથાનાં ભાગે પથ્થર વાગવાથી ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. બન્ને પિતરાઇ મોવિયા કૌટુબિંક પ્રસંગમાં ગયા હોય મોડીરાત સુધી ઘરે પરત નહી ફરતા પરિવારજનો એ શોધખોળ કરી હતી. આખરે મોબાઇલ લોકેશનનાં આધારે બન્નેની ભાળ મળી હતી. પરીવાર પુલ પાસે પહોંચ્યો પણ પુલ નીચે બન્ને ભાઇઓનાં મૃતદેહ નજરે પડતા પરીવારજનો હતપ્રત બન્યા હતા. બાદમાં બન્નેનાં મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ દેરડીની ખાતરા શેરીમાં રહેતા પિતરાઇ ભાઇઓ રતિલાલ જેરામભાઈ ખાતરા ઉ.57 તથા કિશોરભાઈ ગોરધનભાઈ ખાતરા ઉ.56 મોવિયા ગામે પરીવારમાં શિમંતનો પ્રસંગ હોય મોવિયા ગયા હતા. રાત્રીનાં પ્રસંગમાં જમીને બન્ને ભાઇઓ બાઇક પર દેરડી પરત ફરી રહ્યા હતા. ત્યારે મેતાખંભાળીયા પુલ પરથી પસાર થતી વેળા બાઇક સહિત પુલ નીચે ખાબકતા નીચે પટકાયેલાં બન્ને ભાઇઓનાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યાં હતા. બન્ને ભાઇઓ મોડે સુધી પરતના ફર્યા હોય કૌટુંબિક ભાઇ શૈલેષભાઈ ખાતરા સહીતનાં કુટુંબીઓએ દેરડીથી લઈ મોવિયા સુધી શોધખોળ શરુ કરી હતી.રાત્રીનાં અંધકારમાં પુલ નીચે બન્ને ભાઇઓ મૃતપાય હાલતમાં પડ્યા હોવાનું કોઈ ને સ્વપ્ને પણ ખ્યાલનાં હોય. આખરે મોબાઇલ લોકેશનનાં આધારે બન્નેની ભાળ મળી હતી. મૃતક ભાઇઓ ખેતીકામ કરતા હતા. રતિલાલને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જ્યારે કિશોરભાઈને બે દીકરા છે.

અકસ્માત રાત્રીના આઠથી સાડાઆઠ વચ્ચે સર્જાયો હતો. પરંતુ પરીવારને છેક મોડીરાતે જાણ થવા પામી હતી. બનાવ જ્યાં બન્યો તે મેતાખંભાળીયાનો પુલ સાંકડો અને રેલીંગ વગરનો હોય અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. છ મહીના પહેલા પિતા પુત્રી પણ આ રીતે પુલ નીચે પટકાયા હતા.જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. રાજાશાહી સમયમાં ભગવતસિહ બાપુએ આ પુલ બંધાવ્યો હતો પણ કોઈ મરામતનાં વાંકે આજે પુલનાં કેટલાક બેલા નીકળી ગયા હોય અને રેલીંગના હોય પુલ જીવલેણ બનવા પામ્પો છે.તંત્ર આ ભયજનક પુલ અંગે ગંભીરતા નહી દાખવે તો વધુ જાનહાનીની શક્યતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement