For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભક્તિનગર અને સાયબર પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ડીસમીસ

04:36 PM Jun 20, 2025 IST | Bhumika
ભક્તિનગર અને સાયબર પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ડીસમીસ

વર્ષ 2021માં દારૂના કેસમાં વાંકાનેર પોલીસમાં ગુનો નોંધાયો હતો, ખાતાકીય તપાસમાં ગુનો સાબિત થતાં કાર્યવાહી

Advertisement

રાજકોટ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રાજદીપસિંહને ડિસમિસ કરી દેવામાં આવતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. ચાર વર્ષ પહેલાં બંને નશાખોર હાલતમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે ઝડપાયા હતા અને આ કેસમાં બંનેને કસૂરવાર ઠેરવી નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે.

સાયબર ક્રાઈમ પોલી સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રણજિતસિંહ જાડેજા અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા વર્ષ 2021માં સ્કોર્પિયોમાં રાજકોટ તરફ આવી રહ્યા હતા અને વાંકાનેર પંથકમાં તેમની સ્કોર્પિયો પલટી ખાઈ ગઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. સ્કોર્પિયોમાં બેઠેલા બંને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને રાજદીપસિંહ નશાની હાલતમાં હતા અને સ્કોર્પિયોમાંથી પણ વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.કોઈ જાગૃત નાગરિકે જાણ કરતાં સ્થાનિક પોલીસ દોડી ન ગઈ હતી અને બંને પોલીસમેન સામે નશો કરવા અંગે અને દારૂૂના કબજાનો ગુનો નોંધાયો હતો.

Advertisement

બંને કોન્સ્ટેબલ રાજકોટ શહેર પોલીસબેડામાં ફરજ બજાવતા હોવાથી ગુનો નોંધાયા અંગેની રાજકોટ પોલીસને તત્કાલીન સમયે જાણ કરવામાં આવી હતી અને બંને પોલીસમેન સામે ખાતાકીય તપાસ શરૂૂ કરવામાં આવી હતી.ખાતાકીય તપાસમાં બંને કોન્સ્ટેબલ સામેના આરોપ થતાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજાને ડિસમિસ કરી દેવામાં આવ્યા હતા.બંને કોન્સ્ટેબલે કેફિયત આપી હતી કે, તેમના સંબંધીના લગ્ન હોય પ્રસંગમાં આવનાર મહેમાનો માટે દારૂૂ લેવા ગયા હતા અને દારૂૂ લઇને પરત જતા હતા ત્યારે અકસ્માત થતાં ભાંડો ફૂટ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement