For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસના બે કોર્પોરેટરોના પ્રશ્ર્નો ન લેવાતા કોર્ટમાં જવાની ચીમકી

05:06 PM Feb 28, 2024 IST | Bhumika
કોંગ્રેસના બે કોર્પોરેટરોના પ્રશ્ર્નો ન લેવાતા કોર્ટમાં જવાની ચીમકી
  • તા. 7ના રોજ મળનાર જનરલ બોર્ડમાં પ્રશ્ર્નો મૂકવા ગયેલ કોંગ્રેસી કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈને રોકવામાં આવતા હોબાળો

મહાનગરપાલિકામાં ભાજપના 68 અને કોંગ્રેસના ચાર કોર્પોરેટરો ચુટાયા હતા જે પૈકી વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ લેતા તેમને પક્ષાંતર ધારા હેઠલ ગેરલાયક ઠેરવવા કોર્ટમાં પીટીસન કરવામાં આવેલ પરંતુ કોર્ટે બન્નેને કોંગ્રેસના કોર્પોરેટર પદે યથાવત રાખતા બન્ને કોર્પોરેટરોએ આજે જનરલ બોર્ડમાં પ્રશ્ર્ન પુછવા માટે કોર્પોરેશન કચેરી ખાતે ગયેલ જ્યા સેકેટરીે તેમને પશ્ર્નો પુછવાની મનાઈ કરતા વશરામભાી સાગઠિયા અને કોમલબેન ભારાઈએ સાંજ સુધીમાં અમારા પ્રશ્ર્ન નહીં લેવામાં આવે તો કોર્ટમાં જવાનીચીમકી ઉચ્ચારી છે.

Advertisement

કોંગી કોર્પોરેટર વશરામભાી સાગઠિયા અને કોંમલબેન ભારાઈએ પ્રશ્ર્નોતરી અંગે જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાના આગામી જનરલ બોર્ડ ની તારીખ આજરોજ જાહેર થતાં અમારા દ્વારા પ્રશ્નો રજૂ કરવા માટે સવારના 10 અને 30 કલાકે રાજકોટ મહાનગરપાલિકાએ રૂૂબરૂૂ જતા સેક્રેટરી દ્વારા હાલ અમારા પ્રશ્નો સ્વીકારેલા નથી પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેનના કહેવાથી અને હાજર રહેલ તમામ કોર્પોરેટર ના કહેવાથી સેક્રેટરી શ્રી દ્વારા અત્યારે ને અત્યારે જ માન્ય કમિશનર શ્રી ને પત્ર લેખિતમાં મોકલેલ છે અને સાંજ પહેલા આનો જવાબ માંગેલ છે કમિશનર શ્રી ના જવાબની રાહ જોઈ અમારા પ્રશ્નો કે જે રાજકોટના હિતના પ્રશ્નો છે તે લેવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યો માનનીય હાઇકોર્ટમાં હુકમ તારીખ 16 2 24 ના રોજ નો હુકમથી અમોને કોર્પોરેટ તરીકે ફરીથી ચાલુ રાખવા તેઓ ઓર્ડર કરવામાં આવેલ છે પરંતુ અમોને બોર્ડથી દૂર રાખવા માટેનો ભાજપના શાસકોનો વિચાર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આગામી જનરલ બોર્ડમાં વિરોધ પક્ષમાં પ્રશ્ન પહેલા નંબરે હોવાથી ભાજપના લોકો દ્વારા મને વશરામભાઈ સાગઠીયા ને બોર્ડમાંથી કેમ દૂર રહે તેવા તમામ પ્રયત્નો ચાલુ કરી દીધા છે પરંતુ માન્ય હાઇકોર્ટના હુકમ અને હાઇકોર્ટ ઉપર મને ભરોસો છે જો મને મારો હક છીનવવાની કોશિશ થશે તો મારે ના છૂટકે પણ ફરીવાર કોર્ટના દરવાજા ખખડાવી મારો ન્યાય માટેની લડત ચાલુ રાખીશ અને જે જે લોકો મારા સભ્ય તરીકે ના હુકમનો અને હાઇકોર્ટ નો અનાદર કરશે તો કોર્ટમાં ઘસડી જવામાં મને કોઈ પણ શરમ આડે આવશે નહીં મારો પ્રશ્ન છે કે મેં પૂછેલા પ્રશ્નોનો જવાબ આપો એ કોર્પોરેશનની ફરજ છે સેક્રેટરી દ્વારા પણ મને લેખિતમાં જવાબ મળવો જોઈએ અને મેળવવાનો મારો અધિકાર છે મેં આગામી જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછ્યો છે તે એ છે કે રાજકોટ માં આજી રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કોણે કરી હતી તે સમયના મુખ્યમંત્રી કોણ હતા જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી કે અન્ય કોઈએ કરી હતી જે તે સમયે કેટલા નાણા ફાળવ્યા છે આજી રિવરફ્રન્ટમાં હાલ કોઈ કામ થયું છે કે કેમ અને થયું હોય તો કેટલું થયું છે અને જો ના થયું હોય તો કેમ નથી થયું વગેરે વિગતો માંગતો પ્રશ્ન પૂછેલ છે જ્યારે કોમલબેન ભરાય રાજકોટમાં સફાઈમાં રાજકોટમાં કેટલા નો કેટલા મો નંબર આવ્યો છે આના પહેલા કેટલામો નંબર હતો? પાછળ નંબર ગયો હોય તો શા માટે ગયો છે તત્કાલન મેયર જાહેરાત કરી હતી તો કેટલા ન્યુસન્સ પોઈન્ટ આજ સુધીમાં હટાવ્યા અને હાલ કેટલા ન્યુસ પાઠ છે આગામી કયા પગલાં ભરવાના છો આ પ્રશ્ન કોમલબેન ભારાઈ દ્વારા પૂછવામાં આવ્યો છે અને અમારો સભ્ય પદ પરત મળ્યું હોવાથી અમારા આ પ્રશ્નોનો સત્વરે જવાબ મળવો જોઈએ તેવી પણ અમારી માંગણી છે.

વહીવટી મંજૂરી મળ્યા બાદ નિર્ણય લેવાશે : તંત્ર
મહાનગરપાલિકાનાકોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈનો પક્ષાંતરધારામાંથી છુટકારો થતા તેઓ ફરી વખત કોંગ્રેસના કોર્પોરેટર તરીકે લાયક ઠર્યા છે આથી આગામી તા. 7ના રોજ મળનાર જનરલ બોર્ડમાં પ્રશ્ર્ન મુકવા માટે ગયેલ પરંતુ તેમને પ્રશ્ર્નોતરી માટે રોકવામાં આવેલ ને આ મુદ્દે મનપાના સેક્રેટરીએ જણાવેલ કે, કોર્ટનો ચુકાદો આવી ગયેલ છે.પરંતુ વહીવટી પ્રક્રિયા બાકી હોવાથી વહીવટી મંજુરી મળ્યા બાદ બન્ને કોર્પોરેટરોના પ્રશ્ર્ન પુછવાની છુટ આપવામાં આવશે અને જનરલ બોર્ડમાં હાજર રહેવા સહિતના પ્રશ્ર્નોનો પણ નિકાલ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement