વૃદ્ધાને તરછોડી દેનાર સિવિલના બે તબીબો સસ્પેન્ડ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નિરાધાર 70 વર્ષિય વૃધ્ધાની સારવાર કરવાના બદલે માનવતા નેવે મુકીને તેમને રઝળતા મુકી દેનાર સિવિલ હોસ્પિટલનાં જવાબદાર તબીબ ડો.જૈનમ મહેતા અને ડો.હેત સામે કમીટીએ રિપોર્ટ તૈયાર કરતાં આ બન્ને તબીબોને તબીબી અધિક્ષક દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જેમાં ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં આવા બનાવ ન બંને તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 70 વર્ષીય વર્ષાબેન સાથે સિવિલ હોસ્પિટલમાં અમાનવીય વ્યવહાર થયો હતો. તેમાં સારવાર આપ્યા વગર વૃદ્ધાને પીએમ રૂૂમની બહાર મૂકી દેવામાં આવ્યા હતા.બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ માટે 7 સભ્યોની ટીમની રચના થઇ હતી.
શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રેસીડન્ટ ડોક્ટર દ્વારા માનવતા નેવે મૂકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગુરુવારની રાત્રે 10 વાગ્યાની આસપાસ 108 દ્વારા મવડી વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધા સાથે તેના કોઈપણ સગા સંબંધી ન હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પ ડેસ્ક દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમ ઇમરજન્સી વોર્ડ અને ત્યારબાદ તેમને અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે છ વાગ્યા આસપાસ હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા વૃદ્ધા બાબતે તપાસ કરવામાં આવતા વૃદ્ધા તેમના બેડ પર જોવા નહોતા મળ્યા. જેના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા વૃદ્ધા પીએમ રૂૂમ પાસે સ્ટ્રેચરમાં પડેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના છખઘ દ્વારા તપાસ કરવામાં આવતા રેસીડેન્ટ ડોક્ટર દ્વારા વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે પીએમ રૂૂમ પાસે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યા હતા. વૃદ્ધાને હાથમાં સડો થઈ ગયો હોવાના કારણે સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વૃધ્ધા સાથે અમાનવીય વ્યવહાર કરનાર ડો.જૈનમ મહેતા અને ડો.હેતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.