રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગ

04:40 PM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મૂળ સુરતી, કાઠિયાવાડી અને પરપ્રાંતિયોનું બેલેન્સ જાળવવા નવી ફોર્મ્યુલા અપનાવવા વિચારણા

ભાજપની રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપ વધુ એક નવો રાજકીય પ્રયોગ કરવા જઈ રહેલ હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં મહિલા નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા ઉપરાંત સુરત મહાનગરમાં બે શહેરભાજપ પ્રમુખની નિમણુંક કરવાનો પ્રયોગ કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ સંગઠનને વધુ મજબુત બનાવવા અને મોટા શહેરોમાં પ્રમુખપરનું ભારણ ઘટાડવા આવો પ્રયોગ વિચારાધિન હોવાનું ભાજપના સુત્રો જણાવી રહ્યા છે.

સુરત શહેરમાં સ્થાનિક સુરતી અને મોટા પ્રમાણમાં વસતા કાઠીયાવાડીઓ વચ્ચે રાજકીય બેલેન્સ કરવા માટે બે પ્રમુખોનો પ્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્રી વાત છે. જો કે, પરપ્રાંતિયોની સંખ્યા પણ સુરતમાં મોટા પ્રમાણમાં હોવાથી પરપ્રાંતિયને પણ બીજુ પ્રમુખપદ આપવામાં આવે તેવી પણ શક્યતા દર્શાવાય છે.

ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં સુરત શહેરને ભાજપ એક નહી બે પ્રમુખ આપે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સુરત શહેરમાં સંગઠન માટે વિભાજન કરી બે પ્રમુખ માટે થતી વિચારણા ચાલી રહી છે સંગઠન બેઠકમાં આ અંગે એકાદ બે વખત ચર્ચા કર્યા બાદ આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે.

જોકે, 1990માં કોંગ્રેસમાં થયેલા બળવા બાદ સુરત ભાજપનો એક એવો મજબુત ગઢ બની ગયો છે કે જેમાં પાટીદાર અનામત આંદોલન પણ કાંકરા ખેરવી શક્યું નથી. જેના કારણે ભાજપે સુરતને પ્રયોગાશાળા માટે પસંદ કરી હોય તેવું લાગે છે. સુરત ભાજપમાં સંગઠન માટે નવી પેર્ટન માટે વિચારણા સુરત શહેરને સંગઠનના બે ભાગમાં વહેંચી નવો પ્રયોગ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી સંગઠનની બેઠક મળી રહી છે તેમાં સુરત મોટું શહેર હોય સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સુરતને બે ભાગમાં વહેંચી દેવામાં આવે તો સંગઠનની કામગીરી વધુ સરળ બને તેવી ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા બાદ હાલમાં સંગઠન માટે જે પ્રક્રિયા થઈ રહી છે તેમાં સુરત શહેરને બે શહેર પ્રમુખ મળે તેવી અટકળો વહેતી થઈ છે.

હાલમાં સુરત શહેર સંગઠન માટે નવા પ્રમુખ માટે તૈયારી થઈ રહી છે. તેમાં હવે જો પ્રયોગ કરી શહેરને સંગઠનમાં બે ભાગમાં વહેંચી દેવામાં આવે તો સુરત શહેરને ભાજપના બે પ્રમુખ મળે તેવી શક્યતા નકારી શકાતી નથી. જોકે, આ ડિઝાઇન માટે દિલ્હીથી કોઈ સુચના આવી નથી, પરંતુ થોડા સમય પહેલાં સંગઠનની બેઠકમાં આ ચર્ચા થઈ હોવાથી આગામી દિવસોમાં સુરતને સંગઠનના બે ભાગમાં વહેંચી બે પ્રમુખ મળે તેવી અટકળો વધી રહી છે.
ગુજરાતમાં ભાજપને જે પ્રયોગ કરે છે તેમા સફળતા મળી રહી છે તેના કારણે સુરતમાં આગામી દિવસોમાં સંગઠન માટે સુરતને બે ભાગમાં વહેંચીને બે પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. જોકે, છેલ્લી પાલિકાની બે ચૂંટણીથી ભાજપની નૈયા પાર લગાવનારા મૂળ સુરતીઓ હાંસિયામાં ધકેલાઇ ગયા છે.

Tags :
BJPgujaratgujarat newspolitical newspoliticla newsPoliticssurat
Advertisement
Next Article
Advertisement