For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં ડોકટરે પ્રતિબંધિત કફ સિરપ આપતા બે બાળકો ગંભીર

01:06 PM Oct 14, 2025 IST | Bhumika
વડોદરામાં ડોકટરે પ્રતિબંધિત કફ સિરપ આપતા બે બાળકો ગંભીર

ડભોઇના સિતપુર ગામમાં બીએચએમએસ ડોકટરે 3 અને 5 વર્ષના બાળકોને કફ સિરપ આપતા જ ખેંચ આવી અને બેભાન થયા

Advertisement

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી માસુમ બાળકોના મોતની ઘટનાએ હાહાકાર મચાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા પણ પ્રતિબંધિત કફ સિરપના વેચાણને અટકાવવા માટે ઠેરઠેર દરોડા પડાયા હતાં. ત્યારે વડોદરા જિ.ના ડભોઇના સિતપુરમાં મજૂરી અર્થે આવેલા શ્રમજીવીના બે બાળકોને કોઇ લેભાગુ તબીબે કફ સિરપ આપતા હાલત ગંભીર બની હતી. બંનેને ડભોઇની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હાલમાં બંનેની તબીયત સુધારા પર હોવાનું જાણવા મળ્યુ છે. જોકે ઘટના બાદ બે દિવસથી તબીબ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે. ડભોઇ તાલુકાના સીતપુર ગામે સિદ્ધપુર નજીકના એક શ્રમજીવી પરિવાર બે બાળકો લઇને મજુરી અર્થે આવ્યુ હતું.

ત્યારે બદલાતી મોસમથી ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષના સારંગાની તબિયત બગડી હતી. જેથી ગામના જ ખાનગી તબીબ પાસે બતાવ્યું હતું. દરમિયાન ગામમાં તાજેતરમાં એક લેભાગુ તબીબે નવુ જ દવાખાનું શરૂૂ કર્યુ હતું. આ તબીબે હાલમાં પ્રતિબંધિત કફ સિરપ બાળકોને આપ્યુ હતું. જે લીધા બાદ બંનેની તબિયત અચાનક લથડી હતી. જેથી ગભરાયેલા શ્રમજીવીએ બંનેને નાજુક હાલતમાં એક ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં તેમને આઈસીયુમાં દાખલ કરી તુરંત સારવાર શરૂૂ કરાઇ હતી. હાલ બંનેની તબિયત સુધારા પર છે. પરંતુ તબીબ ફરાર છે.

Advertisement

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બોગસ તબીબો દ્વારા લોકોના આરોગ્ય સામે ખતરનાક ખીલવાડ કરવામાં આવતો હોય છે. જેમાં અંતરિયાળ ગામોમાં ધિકતો ધંધો કરનારા આવા તબીબો સામે જિલ્લાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવી જરૂૂરી બની છે. બોગસ તબીબો દ્વારા આડેધડ એલોપેથીની દવાઓ પધરાવાતાં ઘણી વખત નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement