ધોરાજીના ઝાંઝમેર અને જેતપુરના મોટા ગુંદાળામાં ડૂબી જવાથી બે બાળકનાં મોત
ઝાંઝમેરમાં વાડીમાં પાણીના ખાડામાં અને ગુંદાળામાં કારખાનાની કુંંડીમાં બાળક ડૂબ્યો: પરિવારમાં શોક છવાયો
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ અને જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે પાણીમાં ડૂબી જવાથી બે અલગ-અલગ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે વાડી વિસ્તારમાં રમતા રમતા દોઢ વર્ષનું બાળક પાણીના ખાડામાં ડૂબી જતાં તેમનું મોત થયું છે જ્યારે અન્ય એક બનાવમાં જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના બાયોકોલના કારખાનાની અંદર પાણીની કુંડીમાં રમતા-રમતા બાળક પાણીમાં પડ્યું હતું જે બાદ બાળકનું મોત થયું છે.
મજૂરી કરતા અને રોજનું કરી રોજનું ગુજરાત ચલાવતા સ્થાનિક તેમજ પરપ્રાંતીય મજૂરોના બાળકો માતા-પિતા સાથે તેમના કામના સ્થળે જોવા મળતા હોય છે ત્યારે આવા જ બાળકો ઘણી વખત અકસ્માતનો ભોગ બની જતા હોય છે અને કુમળા ફૂલ જેવા આ બાળકોના અકસ્માતે મોત થતા હોય છે. આ પ્રકારના મોતને લઈને માતા-પિતા પર પાપા પગલી ભરતા બાળકોના મોતના આવા કિસ્સાઓથી આભ ફાટી પડતું હોય છે અને કુમળા ફૂલ જેવા બાળકોનું પ્રાણ પંખીડું ઉડી જવાથી ખૂબ દુ:ખનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે ધોરાજી અને જેતપુર તાલુકામાં બનેલા આ બે અલગ-અલગ બનાવમાં પાપા પગલી ભરતા અને દુનિયા જેમને જોઈ પણ ન હોય તેવા બાળકોનું પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત થતા સમગ્ર પંથકની અંદર દુ:ખનો માહોલ છવાય ચૂક્યો છે. નાના બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન આવા કિસ્સાને લઈને અન્ય માતા-પિતાઓએ પણ શીખ લઈને પોતાના બાળકોને સુરક્ષિત રાખવા જોઈએ તે પણ ખુબ જ જરૂરી છે.
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના ખેત વિસ્તારમાં રમતા-રમતા પાણીના ખાડામાં ડૂબી થવાથી યોગેશ ભવરી નામના દોઢ વર્ષના બાળકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું છે જ્યારે અન્ય એક બનાવમાં જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના બાયોકોલના કારખાનાની અંદર આવેલી પાણીની કુંડીમાં રમતા-રમતા બાળક પડી જતા અશ્વિન ડામોર નામના બે વર્ષના બાળકનું મોત થયું હોવાની માહિતીઓ સામે આવી છે ત્યારે અકસ્માતે બનેલી આ ઘટના બાદ પાણીમાં પડી ગયેલા બંને બાળકોને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા જ્યાં હાજર તબીબે બન્ને અલગ-અલગ બાળકોને મૃત જાહેર કરતા મૃત બાળકોના માવતર હૈયાપાટ રૂૂદન સાથે બાળકોને ભેટીને ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા જેને લઈને સમગ્ર હોસ્પિટલમાં પણ સન્નાટો છવાઈ ચૂક્યો હતો અને માવતરના હૈયાફાટ રૂૂદનથી ધોરાજી સરકારી હોસ્પિટલ પણ ગુંજી ઉઠ્યું હતું.