ભાવનગરના આંબલા ગામે તળાવમાં નાહવા પડેલા બે બાળકોનાં મોત
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે દેવીપુજક પરિવારના એક સાથે બે બાળકો ઘરની બાજુમાં રહેલ તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યું હતા આ બાબતને લઈને દેવીપુજક સમાજમાં ગમગીની ફેલાણી હતી.
મળતી માહિતી મુજબ ભાવનગરના સિહોર તાલુકાના આંબલા ગામે દેવીપુજક પરિવાર મજુરી કામ કરવા માટે બહાર હતો ત્યારે દેવીપુજક પરિવારના ઘરની બાજુમાં રહેલ તળાવ માં બે બાળકો નાહવા પડેલા જેમાં એકનું નામ રોહિત મુકેશભાઈ દેવીપુજક ઉ. વ.6 બીજાનું નામ દિવ્યાબેન દિનેશભાઈ દેવીપુજક ઊં. વ. 7 બંને કાકા- દાદાના ભાઈ-બેન હોય અને પોતાના પરિવાર મજુરી કામ અર્થે બહાર ગયેલા હોય ત્યારે પોતાના ઘરની પાછળના ભાગમાં આવેલ પાણીના તળાવમાં નહાવા પડેલ જેમાં બે દીકરીઓ અને એક છોકરો નાહવા પડેલા જેમાંની એક દીકરીનો બચાવ થયો હતો. એક ભાઈ અને એક બહેન કાકા દાદાના ભાઈ બહેન બંનેના મોત નિપજ્યા હતા . આ બનાવથી નાનકડા એવા આંબલા ગામમાં આ બનાવથી શોક વ્યાપી ગયો છે .