For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ઘુટું ગામેથી વિદેશી દારૂની 109 બોટલ સાથે બે પકડાયા

11:43 AM Aug 01, 2024 IST | admin
મોરબીના ઘુટું ગામેથી વિદેશી દારૂની 109 બોટલ સાથે બે પકડાયા

રૂા.32,000નો મુદ્દામાલ જપ્ત

Advertisement

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હેલીપેડ પાછળથી ઈંગ્લીશ દારૂૂની 109 બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને સંયુક્તમા ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હેલીપેડ પાછળ બાવળની કાંટમાં બે ઇસમો ઇંગ્લીશ દારૂૂની બોટલો સગેવગે કરતો હોવાની ખાનગી બાતમીના આધારે જઇ રેઇડ ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-109 કિં.રૂૂ.32915/- ના મુદ્દામાલ સાથે બે ઈસમો પીરાભાઈ જોધાભાઇ બોહરીયા ઉ.વ.36 રહે-માનસધામ સોસાયટી પીપળી રોડ મોરબી મુળ રહે-રાપર, પાવર હાઉસ વિસ્તાર,તા.રાપર જી.મોરબી તથા ભાવેશભાઇ ચંદુભાઇ સંઘાણી ઉ.વ.33 રહે-હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ રોડ તા.જી.મોરબી મુળ રહે-ખીરઇ તા.માળીયા (મિ) વાળાને ઝડપી પાડી બંને ઇસમો વિરૂૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement