For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુબઇની ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર પ્રિ-એક્ટિવ સિમકાર્ડ મોકલતા બે ઝડપાયા

04:52 PM Mar 21, 2024 IST | Bhumika
દુબઇની ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર પ્રિ એક્ટિવ સિમકાર્ડ મોકલતા બે ઝડપાયા
  • ઓનલાઇન ગેમિંગના નામે ચીટિંગ કરવામાં આ કાર્ડનો ઉપયોગ કરતા હતા

દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર રીતે પ્રી-એકટીવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો એસઓપીજી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બે ઇસમોને 192 સીમકાર્ડ લઇ દુબઈની ફ્લાઈટ પકડે તે પહેલા જ ઝડપી પાડી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતમાં એસઓજી પોલીસની ટીમને ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃતિ કરતી ટોળકી બાબતે માહિતી મળી હતી કે ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં પ્રિ-એક્ટીવ સીમકાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં છે અને તેઓ બંને સુરત રેલ્વે સ્ટેશન ખાતે સીમકાર્ડની ડીલવરી કરવાના હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રેલ્વે સ્ટેશન ખાતે વોચ ગોઠવી સીમકાર્ડની ડીલવરી આપવા આવનાર અજય કિશોરભાઈ સોજીત્રા અને ડીલેવરી લેવા આવનાર દુબઈના વતની સહદ ફારુક બાગુનાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી એરટેલ કંપનીના 192 એક્ટીવ કરેલા સીમકાર્ડ કબજે કર્યા હતા.

Advertisement

પોલીસે અજય સોજીત્રાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે દુબઈ ખાતે રહેતો હોય અને ત્યાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીઓ આવેલી છે. તે કંપનીઓ ભારતીય સીમકાર્ડ દ્વારા ભારત ખાતે રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના બહાને ચીટીંગ કરતા હોવાથી તેઓને ભારતીય સીમકાર્ડની જરૂૂર રહેતી હતી. આથી દુબઈ ખાતે રહેતા દિનેશ નામના વ્યક્તિએ તેને પ્રિ-એક્ટીવ સીમકાર્ડ લાવવાનો ઓર્ડર આપ્યો હતો. જેના આધારે પોતે સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ,રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંર્પક કરી તેઓને પ્રિએક્ટીવ સીમકાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો અને તેઓ તેને 192 જેટલા પ્રીએકટીવ સીમકાર્ડની વ્યવસ્થા કરી આપતા આ સીમકાર્ડ લઇ સહદ ફારુક બાગુના સુરત ખાતેથી ફ્લાઈટમાં દુબઈ જવાનો હતો પરંતુ ફ્લાઈટ પકડી નીકળે તે પહેલા જ પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતાવધુમાં સુરત ખાતે એક પ્રિએક્ટીવ સીમકાર્ડ 1200 થી 1400 રૂૂપિયામાં ખરીદી કરતા હતા અને આ સીમકાર્ડ દુબઈ ખાતે 5 હજારમાં વેચતા હોવાનું પોલીસને જણાવ્યું હતું હાલ આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement