જૂનાગઢમાં 15 મિનિટમાં બે કારના કાચ તૂટ્યા, 4.25 લાખની રોકડ ચોરાઈ
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર એક કારનો કાચ તોડયા પછી રોકડ ઉઠાવી 15 મિનિટમાં જ વાડલા ફાટક પાસે બીજી કારમાંથી એ જ રીતે હાથ મારી બંને કારમાંથી રૂૂપિયા 4.25 લાખની રોકડની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ નયન સોસાયટીમાં રહેતા અને જેસીબી, હિટાચી વાહન ભાડે આપતા મનીષભાઈ ગાંગાભાઈ મંડેરાએ ગુરુવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામના ભાયાભાઈ કામળિયા પાસેથી આંગડિયા મારફત આવેલ રૂૂપિયા બે લાખ જીજે 27 ડીએમ 6143 નંબરની કારમાં ડ્રાઇવર સીટ ની બાજુની સીટમાં રાખી કાર સાથે સાંજે 6:30 વાગ્યે શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં સાધના રેસ્ટોરન્ટ પાસે ગયા હતા અને અહીં રોડ પર કાર પાર્ક કરી મિત્રો સાથે ઓટો ક્ધસલન્ટને ત્યાં બેઠા હતા. ત્યારે અજાણ્યો શખ્સ 6:30 થી 7:45 દરમિયાન ડ્રાઇવર સાઈડનો કાચ તોડી રૂૂપિયા 4000નું નુકશાન કરી ડ્રાઈવર સીટની બાજુની સીટ પરથી રૂૂપિયા 2 લાખની રોકડ ચોરીને નાસી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં પોલીસે દોડી જઇ ફરિયાદ લઇ બી ડિવિઝનનાં પીએસઆઇ પી. એ. જામંગે તપાસ હાથ ધરી હતી.આવી એક અન્ય ઘટનામાં જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર આવેલ પ્રભાત એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ નાનાલાલ છત્રાળા વંથલી નજીકના વાડલા ફાટક પાસે ક્રિષ્ના માર્બલ નામનું કારખાનું ધરાવે છે. ગુરુવારે સાંજે પોણા સાત વાગ્યે તેઓએ કારખાના બહાર જીજે 11 બી આર 9269 નંબરની કાર પાર્ક કરી હતી. ત્યારે કારમાં ડ્રાઇવર સીટની બાજુની સીટ પર થેલામાં વેપારના રાખેલ રૂૂપિયા 2.25 લાખની રોકડ ડ્રાઇવર સાઇડનો કાચ તોડી અજાણ્યો શખ્સ ચોરી કરી કારમાં રૂૂપિયા 1000નું નુકસાન કરી નાસી ગયો હોવાની જાણ થતાં પીએસઆઇ વાય. બી. રાણાએ તપાસ હાથ ધરી હતી.