ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાજપની ચૂંટણી જીતવાની લ્હાયમાં બે બી.એલ.ઓ.એ જીવ ગુમાવ્યા: ગઢવી

04:57 PM Nov 21, 2025 IST | Bhumika
Advertisement

બાળકો શિક્ષકને શોધે છે, શિક્ષકો મતદારોને અને મતદારો પોતાના નામ શોધે છે

Advertisement

ગીર સોમનાથમાં એક શિક્ષકે BLOની કામગીરીના ભારણને લઈને આપઘાત કરતા હોવાની સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરીને આપઘાત કરી લેતા અને કપડવંજમાં પણ એક શિક્ષકનું BLOની કામગીરીના ભારણથી એટેક આવી જવાથી મૃત્યુ થતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં એક BLOએ સરકારે જે SIRની ટૂંક સમયમાં કરવાની કામગીરી આપી છે તેના ભારણને લઈને એક શિક્ષકે આપઘાત કર્યો છે. કપડવંજમાં પણ SIRના કામના ભરણને લઈને એક શિક્ષકને એટેક આવી જતા તે પણ મૃત્યુ પામ્યા છે. પ્રભુ એ તમામની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. હું ભાજપને કહેવા માગું છું કે તમે શું કરવા માંગો છો. પાંચ કરોડ મતદારો છે એક મહિનામાં BLO બધાના ઘરે જઈ આવે એવું તમે ઇચ્છો છો.

તમે એમને બધું જ કામ મુકાવી દીધું છે. આટલી બધી ઉતાવળની શું જરૂૂર હતી? SIRની પ્રક્રિયા તમે ત્રણ થી છ મહિના સુધી ચાલવા દો તમને શું વાંધો છે? પરંતુ તમારે ચૂંટણી જીતવાની લાહ્ય છે. ભાજપ સત્તાની ભૂખી છે અને ચૂંટણીઓ જીતવાની ભૂખી છે. ભાજપને માણસ મરે, બાળકો ભણે કે ન ભણે એનાથી કોઈ મતલબ નથી અને એના પરિણામે એક શિક્ષકે આપઘાત કર્યો છે. ઘણા બધા BLO તણાવમાં છે. ઘણા BLOઓ ઉપર ખોટી કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવે છે. તમે શિક્ષકોને BLOને ઢગલા બંધ કામગીરી આપી દીધી છે. તેઓ 90 પ્રકારની કામગીરી કરે છે.

અઅઙ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના દીકરાઓ પ્રાઇવેટ સ્કુલમાં અને વિદેશમાં ભણે છે અને જે જગ્યાએ ગરીબના દીકરાઓ ભણે છે એ સ્કૂલના શિક્ષકો BLO અને SIRની કામગીરીના કારણે સ્કૂલમાં હાજર નથી. શૈક્ષણિક કાર્ય અત્યારે ખોરંભે ચડી ગયું છે. એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે, શિક્ષકો મતદારોને શોધે છે અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે. કેવા નાટકો તમે શરૂૂ કર્યા છે? સરકારને કોઈ પણ ભોગે ચૂંટણી જીતવાથી જ મતલબ છે.

ભાજપને ખબર છે કે ફેબ્રુઆરીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે એને પાછી ઠેલવવા માટે અને SIR મા ગરબડ કરી પાછી ચૂંટણી જીતી માહોલ બનાવવામાં માહિર ભાજપ તમારા ઉપર દબાણ કરી રહી છે . મારી વિનંતી છે કે કોઈપણ શિક્ષક આવું પગલું ભરે નહીં મને ખબર છે જો કોઈ BLO હાજર થાય નહીં તો એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. શિક્ષકના પદ પરથી ફરજ મુક્ત કરી દેવામાં આવે છે એવા લોકોની સાથે પણ આમ આદમી પાર્ટી ઉભી છે. હું ફરીથી ભાજપને કહું છું કે તમે વિચારી લો શિક્ષકો ઉપર આટલું પ્રેશર કરશો નહીં. SIRની આ કામગીરી વેકેશનમાં થઈ શકશે અત્યારે જે ચૂંટણી આવી રહી છે એને પતી જવા દો અને શિક્ષકોને જે મધ્યમ અને ગરીબ ઘરના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે એમને ભણાવવા દો.

Tags :
Aam Aadmi Partygujaratgujarat newsIsudan GadhviPolitics
Advertisement
Next Article
Advertisement