ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્ત

11:39 AM Jan 18, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મોરબીમાં અવારનવાર ઓવર સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજપર રોડ પર એક કાર ચલા કે ઓવર સ્પીડે ગાડી હંકારી બે બાઈક ચાલકને લેતા ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા
મોરબીના રાજપર શનાળા રોડ પર ઓવર સ્પીડ જતી કાર રોંગ સાઈડમાં ધસી જઇ બે બાઇકને હડફેટે લીધા હતા જે બનાવમાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં અસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો .આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા માવજીભાઈ કેશુભાઈ પરમાર (ઉ.વ.44) એ આરોપી ફોર વ્હીલો કાર રજીસ્ટર નંબર -જીજે-03- ડી.એન.-6613 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી એક ફોર વ્હિલ ગાડી જેના રજીસ્ટર નંબર- ૠઉં-03- ઉગ-6613 વાળીને પુર ઝડપે ચલાવી લાવી ફરીયાદિના દીકરા મહેશભાઈના મોટર સાયકલ રજી.નં- ૠઉં-36-અઉ-9733 તથા બીજા ચેતનભાઈના મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-03- DN-6613 ની સાથે કાર ચાલકે ટક્કર મારી બંન્ને બાઈક ચાલકને નિચે પછાડી દઈ ફરીયાદિના દીકરા મહેશભાઈ તથા સાહેદ રજનિકાંતભાઈને તથા બિજા બાઈકના ચાલક ચેતનભાઈને શરીરે સામાન્ય મુંઢ ઇજા થયેલ હતી તેમજ પાછળ બેસેલ તેમના સગા ભાઈ તીરથભાઈને પણ મુંઢ ઈજા કરી આરોપી પોતાના કબ્જા વાળુ વાહન સ્થળ ઉપર ઉભુ રાખી બાદ પોતાનું વાહન લઈ નાસી જતા આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
accidentgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement