દ્વારકા નજીક કારની ઠોકરે બે બાઈકચાલકને ઈજા
દ્વારકાથી આશરે 26 કિલોમીટર દૂર ટૂંપણી ગામ નજીકથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 12 એફ.એ. 8128 નંબરની આર્ટિગા કારના ચાલકે આ માર્ગ પર ડબલ સવારી મોટરસાયકલ પર જઈ રહેલા દ્વારકાના ગોપાલ ગરેડી વિસ્તારના રહીશ દિલીપભાઈ ભીમાભાઈ કોરડીયા તેમજ અન્ય એક યુવાનને અડફેટે લેતા તેમને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અંગે દ્વારકા પોલીસે દિલીપભાઈ કોરડીયાની ફરિયાદ પરથી આર્ટિગા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
કલ્યાણપુર નજીક અજાણ્યા વાહનની ઠોકરે તરુણ ઇજાગ્રસ્ત
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા રમેશભાઈ ભોજાભાઈ નકુમ નામના 40 વર્ષના સતવારા યુવાનનો 16 વર્ષનો પુત્ર અશોક ગત તારીખ 24 મીના રોજ હાબરડી ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે અશોકને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ સાથે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાંથી વધુ સારવાર અર્થે તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.