ભાવનગર નજીક રાજપરા પાસે અજાણ્યા વાહનની અડફેટે બે બાઇક સવારના મોત
ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અટફેટે ચડી જતા બાઇક સવાર બે લોકોના ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર થી તળાજા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તણસા નજીક આવેલ રાજપરા બાયપાસ પર આ અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. કોઈ અજાણ્યા વાહને બાઇકને અડફેટે લીધું હતું આ ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજયા હતા. મળતી વિગતો અનુસાર મૃતક વ્યક્તિઓના નામ જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલીયા (ઉ. વ. 60, રે.રાજપરા નં.2) અને શામજીભાઈ છગનભાઈ જાદવ (ઉ. વ. 50, રે.મુળ ઉચડી) બંનેના ધટના સ્થળે મોત નિપજયા હતા.
શામજીભાઈ છગનભાઈ જાદવ મુળ તળાજાના ઉંચડી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘણા વર્ષોથી રાજપરા ગામે ભાગ રાખી ગુજરાત ચલાવતા હતા. તેનો પરીવાર ઉંચડી ગામે રહે છે આ બંને વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. બનાવના પગલે સ્થાનિક પોલીસ તેમજ હાઈવે ટ્રાફિક શાખા ઘટના સ્થળે પહોંચી અને બંનેના મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.