આજી ડેમ ખાતે બે લાભ લોકોએ છઠ્ઠ પૂજા કરી
12:01 PM Oct 28, 2025 IST
|
admin
Advertisement
સૂર્યદેવની આરાધનાના મહાપર્વ છઠ્ઠ પૂજાની ઉજવણી રાજકોટ સહિત ગુજરાતભરમાં કરવામાં આવી હતી. રાજકોટ તેમજ આજુબાજુના ગામડાઓમાંથી બે લાખ જેટલા લોકો છઠ્ઠ પૂજા કરવા માટે આજી ડેમ ખાતે ઉમટી પડયા હતાં. ડેમ પર જ્યાં નજર કરો ત્યાં લોકોનું કીડિયારૂ ઉભરાયેલું જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાથી ડેમ તરફના માર્ગો પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ટ્રાફીકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. શ્રધ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપીને પ્રાર્થના કરી હતી.
Advertisement
Next Article
Advertisement