ખંભાળિયાના ભાડથર વિસ્તારમાંથી કેફી સીરપ તેમજ દારૂ સાથે બે ઝડપાયા
ખંભાળિયા પોલીસ દ્વારા ગઈકાલે બુધવારે દારૂૂ તેમજ આવા નશાકારક પદાર્થો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભાડથર ગામના તથા અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારના શખ્સને આલ્કોહોલ વાળી કેફી સીરપની બોટલો તેમજ દારૂૂના જથ્થા સાથે ઝડપી લઇ, કુલ રૂૂ. 5.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દારૂૂ તેમજ આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપની બોટલો અને આ પ્રકારની દવાઓના વેચાણ સામે સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને ગઈકાલે બે સ્થળોએથી નશાકારક આલ્કોહોલ કેફી પીણું સીરપની આયુર્વેદિક બોટલો તેમજ દારૂૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઇ જુદી જુદી કલમ હેઠળ ગુનાઓ નોંધ્યા છે.
પ્રથમ પ્રકરણમાં અહીંના કોન્સ. યોગરાજસિંહ ઝાલા, હેમતભાઈ નંદાણીયા અને જેઠાભાઈ પરમારને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ન્યુ મોમાઈ પાન નામની દુકાન ધરાવતા કાના ઉર્ફે કલ્પેશ પરબત કેસરિયાના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂપિયા 37,250 ની કિંમતની 250 બોટલ સેલ્ફ જનરેટેડ આયુર્વેદ સીરપની બોટલો તેમજ રૂૂપિયા 5,000 ની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રૂૂપિયા 42,250 ના મુદ્દામાલ સાથે આરોપી કાના ઉર્ફે કલ્પેશ કેસરિયાની અટકાયત કરી હતી.
આ સાથે અન્ય એક કાર્યવાહીમાં ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા નારણ કેશવ જામ નામના 46 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે જુદી જુદી બ્રાન્ડની કુલ 3,650 આલ્કોહોલ મિશ્રિત કેફી સીરપની નશાકારક બોટલો કબજે કરી છે. આ ઉપરાંત પોલીસે આ સ્થળેથી 150 લીટર દેશી દારૂૂ તથા રૂૂપિયા 5000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, આ સમગ્ર પોલીસ કાર્યવાહીમાં રૂૂ. 5,51,100 ની કિંમતની 3,900 બોટલ સીરપ તથા દારૂૂ, મોબાઈલ વિગેરે મળી કુલ રૂૂપિયા 5,91,100 નો મુદ્દામાલ કબજે કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. શક્તિસિંહ ઝાલા તેમજ સ્ટાફના દીપકભાઈ રાવલિયા, હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, સાજણભાઈ સુવા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.