For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના માળિયા નજીક ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયા

11:55 AM Nov 07, 2025 IST | admin
મોરબીના માળિયા નજીક ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયા

બેરલ સહિતનો રૂા.47.18 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement

માળિયા (મી) તાલુકા પોલીસે સોનગઢ ગામે મોટી કાર્યવાહી કરતા ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે સોનગઢ ગામમાં રામજી મંદિર પાછળ રેઇડ કરતા ટેન્કરમાથી ડીઝલ ચોરી કરતા બે ઈસમોને કુલ કિંમત રૂૂ. 47,14,800 નાં મુદામાલ સાથે માળીયા પોલીસે ઝડપી પાડયા હતા.

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, સોનગઢ ગામના રામજી મંદિર પાછળ અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતા હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ સફળ રેઇડ કરી 200 લીટરની ક્ષમતાવાળા બેરલ નંગ 09 મા રહેલ ડિઝલ લી 1800 કિ રૂૂ 1,44,000/- તથા એક ટેન્કર જેના રજી નં GJ-19-Y-1551 જેની કિ રૂૂ 28,00,000/- તથા ટેન્કરમાં ભરેલ ડીઝલ આશરે 22000 લીટર જેની કિ રૂૂ. 17,60,000/- મળી કુલ મુદામાલ કિ.રૂૂ. 47,14,800/- સાથે બે ઇસમો શ્યામજીસિંધ કૈલાષસિંધ રાજપુત (ઉ.વ.53) રહે.

Advertisement

હાલ અમદાવાદ, સહજાનંદ રેસીડન્સી દસક્રોઇ,બારેજા તા.જી.અમદાવાદ મુળ રહે. રયા તા.જી.ભદોઇ ભદોઇ (યુ.પી) તથા પરેશભાઇ ઉર્ફે લાલો ભુરાભાઇ વીરડા (ઉ.વ-41) રહે. સોનગઢ તા.માળીયા (મીં) વાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ દશરથભાઈ જશાભાઇ હુંબલ રહે મોટી બરાર, તા.માળીયા મીયાણાવાળાનુ નામ ખુલતા કુલ ત્રણ ઇસમો વિરૂૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement