ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા, રાજસ્થાન-મધ્યપ્રદેશ સુધી પગેરૂ લંબાવ્યું
અમરેલીના ખાંભામાં વીસેક દિવસ અગાઉ 28 લાખનું દેવું થઈ ગયા બાદ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ 28 લાખ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ, ફ્રોડ ટોળકીએ આ રકમ ફ્રિઝ કરી પરત ન આપતા આત્મહત્યા કરવી પડી હતી. આ મામલે યુવતીને મરી જવા મજબૂર કરનારા મધ્યપ્રદેશ રાજસ્થાનથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જે રીતે બનાવ બન્યો છે તેને જોતા પોલીસને આમાં મોટું રેકેટ હોવાની આશંકા છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો ખાંભા તાલુકાના ભાડ ગામની 25 વર્ષીય ભૂમિકા હરેશભાઇ સોરઠિયા ખાંભામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી. તેણે 16 જુલાઇ 2025ના રોજ ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઇ લીધી હતી. તેની તબિયત લથડતાં પ્રથમ ખાંભા અને બાદમાં રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે તપાસ કરતાં ભૂમિકા ટેલિગ્રામ મારફતે એક ચેનલના કોન્ટેક્ટમાં આવી હતી. જેમાં ટાર્ગેટ આપવામાં આવતો હતો. ટેલિગ્રામ ચેનલમાં મૃતક ભૂમિકા સહિત અલગ અલગ સભ્યો હતા. જેમણે ભૂમિકાને વળતર ચૂકવીને વિશ્વાસમાં લીધી હતી. આ બાદ મેમ્બરશિપના નામે રુપિયા પડાવ્યા હતા.
આ ઉપરાંત અલગ અલગ બહાના બતાવીને 28 લાખ જેટલી મોટી રકમ ચાઉ કરી હતી.જેના કારણે આ ભૂમિકાએ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસની ટેક્નિકલ ટીમે આરોપી પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈની મધ્યપ્રદેશથી અને રોહિત ઉર્ફે જોન અમુલખ રામચંદ્રણીની રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરી છે. જેમની હાલ પુછપરછ ચાલુ છે. બંને આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર છે, જે બધી માહિતીઓ ઉપર અન્ય વ્યક્તિઓને આપતા હતા. જેનું બંને આરોપીઓ કમિશન લેતા હતા. આ મામલે પૈસા પડાવવાનું મોટુ રેકેટ સામે આવી શકે છે. હાલ પોલીસ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.આ અંગે અમરેલી ઉુજઙ નયના ગોરડીયાએ જણાવ્યું હતું કે, મૃતક યુવતી સોશિયલ મીડિયાના ટેલિગ્રામમાં એક ચેનલના સંપર્કમાં વી હતી. જેમાં આરોપીએ શરૂૂઆતમાં યુવતીને વળતર આપીને વિશ્વાસમાં લીધી હતી. જે બાદ પ્રિમિયમ અને મેમ્બરશિપ સહિત અલગ-અલગ બહાના બતાવીને મોટી રકમ પડાવી હતી. જે બાદ વળતર ન આપતા યુવતી પર દેવું થઇ જતાં તેણે આત્મહત્યા કરી હતી. તપાસ દરમિયાન કેટલાક પુરાવા મળતા પોલીસે બે આરોપીઓને ઝડપ્યા છે અને આગળની તપાસ ચાલુ છે.