ગોહિલવાડમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો, મેથાળા બંધારો ઓવરફ્લો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ મેથાળા બંધારો ઓવરફ્લો થયો છે. ચોમાસાની શરૂૂઆતમાં જ બંધારો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે.ભાવનગરના મહુવા તાલુકામાં પાંચ વર્ષ પહેલા ખેડૂત દ્વારા જાત મેહનત દ્વારા મેથાળા બંધારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે મહુવાના ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી મેથાળા બંધારો ઓવરફ્લો થયો છે. બંધારો ઓવરફ્લો થતાં ગ્રામ્યજનોમાં આનંદની લાગણી ફેલાય છે.મેથળા બંધારાથી આજુબાજુના 13થી વધુ ગામો ની જમીન માં પાણીના તળ ઉંચા આવ્યા છે. આ બંધારો થતા ખેતીમા કપાસ મગફળી શેરડી જુવાર મકાઈ બાજરી જેવા પાકો લેવામાં આવે છે. ગોહિલવાડ પંથકમાં મેઘરાજા ની કૃપા વરસી હતી. સમગ્ર જિલ્લામાં અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે.
જિલ્લાના વલભીપુરમાં અઢી ઇંચ ,ઉમરાળામાં પોણા બે ઇંચ, ભાવનગર શહેરમાં, ગારીયાધારમા ંએક ઇંચ ,મહુવા , શિહોર અને ભાવનગર શહેરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. પંથકમાં સારો વરસાદ પડ્યો છે. તળાજાના પીથલપુર અને બોરડા પંથકમાં ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા ઉપર ગોઠણ સમા પાણી ભરાયા હતા. ભાવનગર શહેરમાં સાંજે હરવા -ભારે ઝાપટા અને ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો.
આજે સવારે છ વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં 62 મી.મી. ,ઉમરાળા 44 મી. મી.,ભાવનગર શહેરમાં 14 મી.મી., ઘોઘા 7 મી.મી., સિહોર 15 મી.મી, ગારીયાધાર 21, મી.મી., પાલીતાણા 5 મી.મી., તળાજા 11મી.મી., મહુવા 19 મી.મી.અને જેસરમાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે.આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી રહ્યું હતું .જ્યારે લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 14 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.