GSTમાં બે એડિશનલ અને સાત ડેપ્યુટી કમિશનરની બઢતી-બદલી
એડિશનલ કક્ષાના પાંચ કમિશનરને વર્ક ઓર્ડર અપાયા
રાજય સરકારનાં નાણા વિભાગ દ્વારા મુખ્ય રાજયવેરા કમિશનર કચેરીનાં સહાયક રાજયવેરા કમિશનર વર્ગ 1 નાં સાત અધીકારીઓની નાયબ રાજયવેરા કમિશનર તરીકે બઢતી આપવામા આવી છે જયારે રાજય વેરા કમિશનરનાં બે અધીકારીને પણ પ્રમોશન આપી બદલી કરાઇ છે જયારે પાંચ અધીકારીઓનાં વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામા આવ્યા છે.
સચીવાલાયમાથી થયેલા ઓર્ડરમા કાયદા વિભાગનાં રાજયવેરા કમિશ્નર કે. ડી. શુકલની બઢતીથી તાજેતરમા નવી ઉભી કરાયેલ જગ્યામા બદલી કરવામા આવી છે વિભાગ ર નાં સંયુકત કમિશનર અતુલ મહેતાની ઓડીટ - સંકલનમા વયનિવૃત થનાર ડી. સી. મહેતાની ખાલી જગ્યા પર નિમણુક આપવામા આવી છે ઉપરાંત સુરતમા વિભાગ 8 મા ફરજ બજાવતા સહાયક રાજયવેરા કમિશનર ધર્મેન્દ્ર પારખીયાની ભાવનગર વિભાગ 1 , અમદાવાદ વિભાગ 1 નાં દેવેન્દ્રકુમાર બામણીયાની વડોદરા વતૃળ 12 , અમદાવાદ વિભાગ ર નાં પ્રકૃતિ ચૌધરીની અમદાવાદ વિભાગ 1 નાં અપીલ 1 મા , અમદાવાદ ઘટક 11 નાં જીજ્ઞેશકુમાર પાંડેની અમદાવાદ ઓડીટ વિભાગમા , રાજકોટ વિભાગ 10 નાં રોહન સરાવગીની અમદાવાદ ખાતે નીરીક્ષણ - સંકલનમા , અમદાવાદ ઇલેકટ્રીસીટી ડયુટીનાં શિવમ શૈલેષકુમાર જાનીની રાજકોટ વિભાગ 10 મા અને અમદાવાદ ફલાંઇગ સ્કવોડ યુનિટ પ નાં અરૂણસિંહ ઠાકુરની વડોદરા વિભાગ પ મા બઢતી સાથે બદલી કરવામા આવી છે.
ઉપરાંત પાંચ અધીકારીનાં વર્ક ઓર્ડર કરાયા છે જેમા અધિક રાજય વેરા કમિશનર સુદીક્ષા રાનીને ઓડિટ, તાલીમ, ધર્મેન્દ્ર હેરમાને મહેકમ, તકેદારી, અન્વેષણ, ઇલેકટ્રીસીટી ડયુટી, વ્યવસ્થા, જન સંપર્ક, એસ્ટેટ, નિરીક્ષણ, હિસાબ, દિનેશ ત્રીવેદીને અપીલ, અદાલત, કમલ શુકલને કાયદા અને અતુલ મહેતાને વહીવટી, જીએસટી, રિકવરી અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્સેન્ટીવની જવાબદારી સોપવામા આવી છે.