રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તળાજામાં એક જ સ્થળે અકસ્માતની બે ઘટના, બે યુવકોના કરૂણ મોત

11:19 AM Mar 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભાવનગર જિલ્લાના તળાજા નજીકના વેળાવદર થી લઈ ત્રાપજ સુધીનો વિસ્તાર યમલોક સમાન છે.અહીં કેટલાક બનતા અકસ્માત ની કદી કલ્પના પણ ન કરી હોય તેવા અકસ્માત ના બનાવમા કંધોતર મોતને શરણે થાય છે. આવી અલગ અલગ બે ઘટનાઓ બની.

Advertisement

જેમાં અહીં હોટલ ચલાવતા બપાસરા અને હોટલ નજીક શેડ બનાવવાનું કામ કરતા પીપરલા ગામના યુવાનનું અકાળે મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રથમ ઘટનાની તળાજા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ નેશનલ હાઇવે પરના બપાડા ની કેનાલ નજીક ભવાની હોટલ આવેલ છે. હોટલના સંચાલક પરમાર પૃથ્વીરાજસિંહ દેવશંગભાઈ ઉ.વ.25 ને ત્યાં હોટલનું કામ ચાલતું હતું. એ સમયે તેઓ ટ્રેકટર ઍનિમેળે દડવા લાગતા બ્રેક લગાવવા જતા ટાયર નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત નિપજતા અહીંની સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવેલ હતા.

બીજા બનાવમાં પીપરલા ગામના શેડ બનાવવા ના કારીગર મુનાભાઈ પાચાભાઈ વાઘેલા ઉ.વ.40 શેડ બનાવતા હતા.તેઓ શેડ પરથી અચાનક ગબડી પડ્યા હતા. જ ેને ગંભીર ઇજાઓ થતું પ્રથમ તળાજા બાદ ભાવનગર ખસેડવામાં આવતા તેઓનું મોત નીપજ્યું હતું. બંને બનાવો પાંચ પંદર મિનિટ ના સમયગાળા માજ બન્યા હતા.

Tags :
accidentbhavnagarbhavnagar newsgujaratgujarat newsTalaja
Advertisement
Advertisement