બાર એશો.ની ચૂંટણી: ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ કાલે નોંધાવશે ઉમેદવારી
સિનિયર, જુનિયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં રેલી સ્વરૂપે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે
રાજકોટ બાર એશોસીએશનની આગામી તા.19/12/2025 ના રોજ ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના ઉમેદવારો આવતી કાલે સિનિયર જુનીયર વકીલો અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવશે.
રાજકોટ બાર એશોસીએશનની વર્ષ 2025-26ની તા.19/12/2025 ના રોજ યોજાનાર ચુંટણીમાં લીગલ સેલ દ્વારા સમરસ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી છે. પ્રમુખ પદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુના નેજા હેઠળ પુરી ટીમની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલયને વીરાણી હાઈસ્કુલ ખાતેના મધ્યસ્થ હોલમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે. ભાજપ લીગલ સેલની સમરસ પેનલમાંથી પ્રમુખ પદે સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલ વી. મેહતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, તથા કારોબારી સભ્ય પદ માટે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા તેમજ કારોબારી સભ્ય મહીલા અનામત માટે હીરલબેન જોષી, મીતાબેન રાવ, અલ્કાબેન પંડયા સિનિયર જુનીયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂૂપે આવતી કાલે બપોરે 12:39 કલાકે વિજય મુહર્તમાં ચુંટણી કમીશ્નર ઉમેદવારી નોંધાવશે.
આ તકે સિનીયર ધારાશાસ્ત્રી લલિતસિંહ જે. શાહી, તુલશીદાસ ગોંડલીયા, અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, એન.જે. પટેલ, નલિનભાઈ શુકલ, કમલેશભાઈ શાહ, કિરિટ પાઠક, અર્જુનભાઈ પટેલ, પી.સી. વ્યાસ, સી.એચ. પટેલ, દિલિપભાઈ જોષી, મનિષ ખખ્ખર, શ્યામલભાઈ સોનપાલ, અજય જોષી, ભગીરથસિંહ ડોડીયા, આર.ડી. ઝાલા, અશ્વિન ગોસાઈ, રૂૂપરાજસિંહ પરમાર, આબીદ શોષન, કમલેશ ડોડીયા, રક્ષિત કલોલા, ભાવેશ રંગાણી, પ્રશાંત લાઠીગરા, ભાવિન દફતરી, પથીક દફતરી, તરુણ માથુર, વિરેન વ્યાસ, અજયસિંહ ચૌહાણ, બાલાભાઈ સેફાતરા, જીજ્ઞેશ સભાડ, હરેશભાઈ પરસોંડા, જીતેન્દ્ર પારેખ, હિમાંશુ પારેખ, નિવિદ પારેખ, પારસ શેઠ, મુકેશ પીપળીયા, રંજનબેન રાણા, ચેતનાબેન કાછડીયા, અંજનાબેન ખુંટ, વીણાબેન કોરાટ, રમાબેન ગુપ્તા, નમીતા કોઠીયા, અલ્પા મેહતા, નેહા જોષી, રેખાબેન હરખાણી, હેતલબેન રાજદેવ, રશ્મિબેન જોષી સહિતના સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહેશે.
ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસે બપોર સુધીમાં માત્ર એક ફોર્મ ભરાયું
રાજકોટ બાર એસોસિએશન દ્વારા 2026ની સાલની 19મી ડિસેમ્બરે ચૂંટણી સંદર્ભે નોટિસ બોર્ડ ઉપર જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારી પત્રક ભરવાના આજે બીજા દિવસે બપોર સુધીમાં માત્ર એક એડવોકેટ નીરવ પંડ્યાનું નામ પત્ર રજૂ થયું છે. નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલા રાજકોટ બારના ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.5 ડિસેમ્બરે સાંજે 5:00 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ તા.8/12/2025 ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ સાંજના પાંચ વાગ્યે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે અને તા.9/ 12/ 2025 સાંજે 5:00 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યારબાદ તા.10/12 ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. ત્યારબાદ તા.19/12ને શુક્રવારે સવારે 9:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં, બી વિંગમાં, પહેલા માળે, બાર એસોસિએશનના મેઈન બાર રૂૂમ ખાતે મતદાન યોજાશે, તેમાં મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયેલા મતદાર વકીલો મતદાન કરી શકશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ચાલુ વર્ષે બાર એસોસિએશનમાં કુલ 16 બેઠકોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, સેક્રેટરી અને લાઇબ્રેરી સેક્રેટરીમાં તેમજ કારોબારી સભ્યોની 10 બેઠકોમાંથી સાત બેઠકો ઉપર ઓપન કેટેગરીના સભ્યો ઉમેદવારી કરી શકશે. જ્યારે ટ્રેઝરરની બેઠક ઉપર તેમજ કારોબારી સભ્યોની ત્રણ બેઠકો માત્ર મહિલા સભ્ય ઉમેદવારી કરી શકશે. દરમિયાન ઉમેદવારી પત્ર ભરવાના આજે બીજા દિવસે બપોર સુધીમાં માત્ર એક ઉમેદવારી પત્ર એડવોકેટ નીરવ પંડ્યાએ રજૂ કર્યું હતું.