ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકાધીશ જગતમંદિરમાં કાલે ઉજવાશે તુલસી-વિવાહ મહોત્સવ

12:10 PM Nov 01, 2025 IST | admin
Advertisement

આગામી તા.02-11-202પને રવિવાર કારતક સુદ એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દર વર્ષે આ દિવસે દેવઉઠી એકાદશી અથવા તો દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે અને અષાઢ સુદ અગિયારસથી સતત ચાર માસ સુધી યોગનિદ્રામાં શયન કરી રહેલાં ભગવાનને ઉત્થાન થાય છે. આથી જ આ દિવસને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. દેવશયનીથી બંધ થયેલ શુભ-માંગલિક કાર્યો દેવઉઠી એકાદશીથી પુન: શરૂૂ થઈ જાય છે.

Advertisement

દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરોના પૂજારી વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયના જણાવ્યાનુસાર રવિવારે સાંજે 6:00 વાગ્યે મંદિર પરિસરમાંના રાણીવાસમાં આવેલ ગોપાલજી સ્વરૂૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નિકળશે જે શહેરના રાજમાર્ગો પર ફરી પુન: રાણીવાસમાં પધારશે. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. જગતમંદિર પૂજારીના જણાવ્યા મુજબ સાંજે ગૌધુલીક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂૂપનું શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાશે. આ પ્રસંગનો લ્હાવો લેવા સમગ્ર દ્વારકાવાસીઓ તથા ભકતજનોને પ્રણવભાઈ પૂજારી તથા હાર્દિકભાઈ પૂજારી તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

પ્રણવભાઈ પૂજારીના જણાવ્યાનુસાર શ્રીજી ભગવાનના તુલસીમાતા સાથેના વિવાહના કારતક સુદ અગિયારસના યોજ યોજવામાં આવે છે. કારતક સુદ નૌમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના દરેક સ્વરૂૂપની ષોડશોપચાર પૂજા કરી શંખ, ઘંટ અને મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાય છે. તુલસીમાતાને સૌભાગ્યવતીનો શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement