ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શિક્ષકોની ભરતીમાં આવેલી ઓટથી ટયુશનનો રાફડો ફાટયો

12:03 PM Aug 26, 2025 IST | Bhumika
Advertisement

કડક કાર્યવાહીની જોગવાઈ છતાં સરકારી બાબુઓના રક્ષણથી ધમધમતા ખાનગી કોચિંગ કલાસીસ: ડમી શાળા અને ટયુશન અંગે સીએમને કરેલી રજુઆતમાં સંચાલક મંડળનો આક્ષેપ

Advertisement

ગુજરાત સહીત દેશભરમાં ખાનગી ટયુશન અને ડમી શાળા મુદે ધમાસાણ ચાલી રહ્યું છે. આ મુદાને ગંભીરતાથી લઇ સરકાર દ્વારા એક માર્ગદર્શીકા બનાવવામાં આવી છે. પરંતુ તેનો યોગ્ય અમલ થઇ રહ્યો નથી અને કેટલાક સરકારી બાબુઓ કાયદાની છટકબારીનો લાભ મેળવી રક્ષણ આપી રહ્યા હોવાથી રાજ્યમાં ખાનગી ટયુશન અને ડમી શાળાઓ વધી રહી છે. તેમજ શિક્ષકોની ભરતીમાં આવેલી ઓટ પણ જવાબદાર હોવાના આક્ષેપ રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં કરવામાં આવ્યા છે.

રજુઆતમાં જણાવ્યું છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ ધાસે અને વિનિયમો અમલમાં છે. પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પાસે કે વિનિયમી હજુ સુધી ઘડવામાં આવ્યા નથી કે વર્તમાન પ્રાણમાં આમેજ કરવામાં આવ્યા નથી. 1976 થી 2024 એટલે કે 48 વર્ષોથી ફક્ત પરીપત્રોથી આપણું ઉચ્ચત્તર શિક્ષણ ચાલી રહ્યું છે. માધ્યમિકનો રક્ષિત કર્મચારી ફાજલ થાય તો સંચાલક મંડળે વળતરની રકમ સરકારની તિજોરીમાં ભરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. જ્યારે ઉચ્ચત્તર માધ્યમિકનો રક્ષિત કર્મચારી ફાજલ થાય તો સંચાલક મંડળે વળતરની રકમ ભરવાની રહેતી નથી જે હકીકત છે. શિક્ષણના અધિકારીઓ આ બાબતે વાકેફ છે. એટલું જ નહિં રાજ્યમાં ચાલતી વ્યવસાયલક્ષી શાળાઓના હજારોની સંખ્યામાં થયેલ ફાજલ કર્મચારીઓનો પ્રશ્ન આજે પણ માથાના દુખાવા સમાન છે આમ, કાયદાની છટક બારીઓના કારણે શિક્ષણ બદનામ થઇ રહ્યું છે.

ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક ખાનગી ટયુશન ન કરી શકે તેવી કાયદાકીય જોગવાઇ છે. પણ આ કાયદાનું જેણે પાલન કરાવવાનું છે તે સતાધિશોની રહેમ નજર, ઉદાસીનતા કે નિષ્ક્રિયતાના કારણે તથા કાયદામાં રહેલ ઉણપના કારણે દિન-પ્રતિદિન ખાનગી ટ્યુશનનો વ્યાપ વધતો ગયો છે. જેમાં મુખ્ય પરિબળો શાળાના શિક્ષણમાં ઉણપ, શાળાના કર્મચારીઓને નોકરીમાં મળેલ રક્ષણ, શાળાના વર્ગોમાં શિક્ષક દ્વારા ગાઇડ/ અપેક્ષિતોનો વધી રહેલ ઉપયોગ, મામલતદાર યાદી / વસ્તી ગણતરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં શાળા કર્મચારીઓને મહત્તમ ઉપયોગ. વર્ગમાં કે બોર્ડમાં સારી ટકાવારી મેળવવાની વાલીઓની ઘેલછા. ધોરણ: 9 થી 12ના વર્ગોમાં બિનજરૂૂરી વિષયોનું ભારણ, એટલું જ નહિં તે વિષયોની પરીક્ષાનો હાઉ. સમાજે શિક્ષણને સેવાને બદલે વ્યાપાર તરીકે સ્વીકારેલ હોવાથી ધંધા માટે ઘૂસેલા તત્વો, ધો. 10 અને ધો. 11 બોર્ડ પરીક્ષાનો ફોબિયા, તાલીમી સ્નાતક/ અનુસ્નાતક થયા બાદ નોકરી ન મળવાને કારણે ટ્યુશન આજીવીકાનું સાધન, શાળાના શિક્ષક વગરના વર્ગખંડ ભરતી બંધ. શાળાના ટાઇમ ટેબલના કાર્યભારના વિષય શિક્ષકને બદલે અન્ય વિષયના ફાજલ કર્મચારીઓની ભરમાર.

વર્ગખંડના ક્ષેત્રફળની મર્યાદા બાહારની વિધાર્થી સંખ્યા જેથી શિક્ષક વ્યક્તિગત ધ્યાન શકતા નથી. શાળા સમય તથા ટ્યુશન ક્લાસનો સમય એકજ હોવાથી શાળામાં ગુણોત્સવ, પ્રેક્ટીકલ પરીક્ષા. સહઅભ્યાસીક પ્રવૃતિઓમાં પણ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવાથી સરકારના કાર્યક્રમોમાં પણ અસર થાય છે.

ખાનગી ટ્યુશન વર્ગો ઉપર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવે તો જ ખબર પડે કે ટ્યુશન ક્લાસમાં શિક્ષણ આપી રહેલ શિક્ષકો ગ્રાન્ટેડ / સ્વનિર્ભર / સરકારી શાળાઓના છે કે કેમ? આ તપાસ જરૂૂરી છે. ડે સ્કુલના પાટિયા હેઠળ ચાલતી, બોર્ડમાં નોંધાયેલ શાળાઓ (જે વર્ષે 80 હજારથી એક લાખ રૂૂપિયા શિક્ષણ ફી લઈને શાળામાં જ ચાલતા ટ્યુશન વર્ગો) ની વધી રહેલ સંખ્યા ચિંતાજનક છે. તેમ અંતમાં જણાવે છે.

64 વર્ષ બાદ પણ રાજયમાં બોમ્બે એકટ મુજબ જ શિક્ષણ
ભારતના બંધારણમાં શિક્ષણ મેળવવાનો મુળભૂત અધિકાર, સ્વતંત્ર ભારતના નાગરિકને આપવામાં આવેલ છે. બંધારણની જોગવાઇઓ મુજબ શિક્ષણ’ને રાજ્ય સરકાર હસ્તક સોંપવામાં આવેલ છે. ભારતના નાગરિકને પસંદગી મુજબની શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ મેળવવાની છૂટ આપવામાં આવેલ છે. મુંબઈ રાજ્યમાંથી છૂટા પડયા બાદ 64 વર્ષોથી, આપણા ગુજરાતમાં બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અને બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન રૂૂલ્સ, 1949ની જોગવાઇ હેઠળ જ પ્રાથમિક શિક્ષણનું સંચાલન થઇ રહેલ છે. પ્રાથમિક શિક્ષણ સંદર્ભે ગુજરાતનો ધારો કે વિનિયમો ઘડવામાં આવ્યાં નથી તે નગ્ન સત્ય છે.

Tags :
gujaratgujarat newsTeacher Recruitment
Advertisement
Next Article
Advertisement