ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટ્રમ્પ ટેરિફનો રેલો સોની બજાર સુધી, નવા ઓર્ડર બંધ

05:03 PM Aug 30, 2025 IST | Bhumika
Advertisement

જૂના ઓર્ડર પણ પેન્ડિંગ, હાલ વેઇટ એન્ડ વોચનો વ્યુહ, ટેરિફ વોર લંબાય તો સ્થિતિ બગડવાનો ભય

Advertisement

હાલ દોઢ લાખમાંથી 15 હજાર જેટલા કારીગરો છૂટા કરવા પડે તેવી સ્થિતિ, સુવર્ણકારોમાં ચિંતાનો માહોલ

ભારત અને અમેરિકા વચ્ચે વર્તમાન સમયમાં ટેરિફનું આર્થીક મહાયુધ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યો હોવાથી અમેરિકામાં વેંચાતી ભારતીય ચિજ-વસ્તુઓ મોંઘી થશે જેની સીધી અસર ભારતની માર્કેટ પર પડવાની સંભાવના છે. સૌથી વધુ અસર ભારતના જવલેરી ઉદ્યોગ પર પડી છે. જેમાં આગામી દિવસોમાં મંદીનો ભરડો આવી શકે છે અને લાખો નાના રત્નકારીગરો બેરોજગાર બની શકે છે તેવી ચિંતા જવલેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોના વેપારીઓએ વ્યકત કરી છે. આ ટેરિફની અસર રાજકોટમાં પણ જોવા મળશે અને રાજકોટમાંથી એકસપોર્ટ કરવામાં આવતી જવેલરીની બજાર મંદ પડી શકે છે.

આ અંગે રાજકોટના જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ઓલ અવર ભારતમાંથી અમેરિકાની બજારમાં 10 ટકા જવેલરીની નિકાસ કરવામાં આવે છે. હાલ 50 ટકા ટેરિફ લાગવાના કારણે તેની અસર રાજકોટમાં જવેલરી ઉદ્યોગને પણ પડશે. વર્તમાન સમયમાં ટેરિફ વોર ચાલી રહ્યો છે તેના કારણે જુના ઓડરો પેન્ડીંગ રાખવામાં આવ્યા છે અને નવા ઓર્ડરો સાવ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ વેઇટ એન્ડ વોચનો વ્યુહ સોની વેપારીઓ દ્વારા અપનાવામાં આવ્યો છે. આ ટેરીફ વોર લાંબો સમય ચાલશે તો માર્કેટની સ્થિતિ બગડવાનો ભય વેપારીઓમાં જોવા મળી રહ્યો છે.

ટેરિફ વોરના કારણે સૌથી વધુ અસર નાના કારીગરો પર પડશે. હાલ રાજકોટની સોની બજારમાં 1 લાખથી વધુ અને સામાકાંઠે ઇમીટેશનની બજારમાં પણ 50 થી 60 હજાર કરીગરો પોતાની રોજીરોટી રળી રહ્યા છે. રાજકોટમાં દોઢ લાખથી વધુ કારીગરો જવેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જો આ ટેરિફવોરની ગંભીર અસર વર્તાશે તો પંદરથી વીસ હજાર જેટલા કારીગરોને છુટા કરવાની નોબત આવશે. ટેરિફ વોરની અસર કારીગરો ઉપરાંત વેપારીઓને પણ એટલી જ અસર કરશે.

જો કે અમે સરકાર સાથે છીએ અને હાલ આ પરિસ્થિતિ સુધરે તેવી પણ આશા રાખીએ છીએ. જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ મયુર આડેસરાએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટથી ગોલ્ડ, રોઝ ગોલ્ડ,એન્ટિક, ડાયમંડ સહિતની જ્વેલરીની વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હવે અમેરિકાએ ટેરિફ લગાવ્યો છે તેની અસર વર્તાશે. જેથી અમેરિકા સાથે ટેરીફની વાતો નિષ્ફળ જાય તો અન્ય દેશોમાં નિકાસ કરવાનું વિચારીશું. અમે ભારતે યુકે, યુએઈ,સહિતના દેશ સાથે કરાર કરેલા છે ત્યાં નિકાસ કરીશું.આ ટેરિફને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસર વર્તાશે. નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઉભુ થશે. આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું કે, અમેરિકાનો ટેરિફ વધતાં 25 લાખ રત્ન કલાકારોને અસર થશે.જેથી સરકારે વૈકલ્પિક બજાર તૈયાર કરવું પડશે.

અમે સરકારની સાથે છીએ: સોની વેપારી
અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફની અસર રાજકોટમાં જોવા મળશે. રાજકોટ ભારતભરમાં જ્વેલરી મેન્યુફેક્ચરનું હબ ગણાય છે. અમેરિકા 10 ટકા જ્વેલરી ભારતમાંથી ખરીદે છે. હવે અમેરિકાએ લગાવેલા ટેરિફની અસર જ્વેલરીની નિકાસ પર થઈ શકે છે. આ અસરને કારણે જ્વેલરી સાથે સંકળાયેલા કારીગરો બેરોજગાર બનશે. આ અંગે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ મયુર આડેસરાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે તમામ વેપારીઓ સરકારની સાથે છીએ.ભારતે કરાર કરેલા છે ત્યાં નિકાસ કરીશું.

રાજકોટ-મોરબીમાંથી ત્રણ મહિનામાં 1910 ક્ધટેનર મોકલાયા
યુએસમાં વિવિધ ભારતીય પ્રોડકટની નિકાસ કરવામાં આવે છે. આ નિકાસ સિફટ મારફત કરવામાં આવતી હોય છે. જેમાં વિવિધ કંપનીઓનાં ક્ધટેનરમાં પ્રોડકટોનું એકસપોર્ટ કરવામાં આવે છે. એક વેબસાઇડ અનુસાર છેલ્લા ત્રણ મહીનામાં રાજકોટ, મોરબી અને કચ્છ તરફથી 1910 જેટલા ક્ધટેનરો યુએસ તરફ એકસપોર્ટ કરવામાં આવ્યા છે. આ ક્ધટેનરોમાં કરોડોની પ્રોડકટસ યુસે મોકલવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsTrump tariffs
Advertisement
Next Article
Advertisement