વડિયા બાટવાદેવળી રોડ પર આડેધડ ખોદકામમાં રાત્રે ટ્રક અને કાર ફસાતા થયો ચક્કાજામ
વાહન વ્યવહાર ખોરવાયો છતાં તંત્રના કોઈ અધિકારી ફરકયા પણ નહીં, લોકોએ જેસીબી મગાવી રસ્તો ખુલ્લો કરાવ્યો
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાથી ગોંડલ, રાજકોટ જવાનો મુખ્ય માર્ગ ઘણા સમયથી મુસીબત ણો માર્ગ બનેલ છે. આ મુસીબત ના માર્ગ માંથી પસાર થતા લોકોની મુશ્કેલીઓ વધારવા માટે ખાનગી કંપની દ્વારા રોડની સાઈડ કેબલ નાખવા માટે આડેધડ ખોદકામ કરી તેની માટી આ મુખ્ય રોડ પર નાખવામાં આવતા જાણે સ્થાનિક કોઈ કેહનાર જ નહોય તેમ બિસ્માર રસ્તામાં લોકોએ ટ્રાફિક અને ધૂળ ની ડમરીઓ વચ્ચે વાહનો ચલાવ્યા આ ખોદકામ નિયમ મુજબ રોડના માધ્યભાગ થી 7 (સાત) મીટર દૂર કરવાનું હોય છે તે નિયમોને નેવે મૂકી ને આડેધડ ખોદકામ કરતા આજે અનેક સમસ્યાઓ અબે હાલાકીઓ લોકો ભોગવી રહ્યા છે.
આ ખોદકામ ની ચીકણી માટી વડિયા - ગોંડલ રોડ પર નાખતા તેના પર મેઘરાજા ની મહેર થતા આજે સમગ્ર રોડ અકસ્માત ક્ષેત્ર બની ચુક્યો છે.આ રોડ પર વરસાદ વરસ્યા પછી વાહનો છાસવારે લપસ્યા ખાતા અને માટીમાં ભરાતા જોવા મળી રહ્યા છે. ગત રાત્રીના નવ વાગ્યાં આસપાસ આ અતિ બિસ્માર રસ્તા પર એક ટ્રક અને એક કાર ફસાતા સમગ્ર રસ્તો ચક્કાજામ થયો હતો અને રાત્રીના સમયે રાજકોટ, ગોંડલીયા જતા અનેક લોકો ફસાયા હતા તો કોઈ લોકો વરસતા વરસાદ માં ગામડાઓ ફરી ને જવા મજબુર બન્યા હતા. નવાઈ ની વાત તો એ છેકે આટલો રોડ ચક્કાજામ થયો હોવા છતાં આ તાલુકા મથક ના ગામમાં કોઈ સ્થાનિક તંત્ર આ રસ્તો ખુલ્લો કરાવવા આવ્યુ ના હતુ અને વાહનોનો ચક્કાજામ થતો જોવા મળ્યો હતો.
અંતે લાંબા રૂૂટની ખાનગી અને એસટી બસો, ટ્રકો ના ડ્રાંઇવર ની વિનંતી થી સ્થાનિક લોકોએ જેસીબી બોલાવી ને વાહનો હટાવી રસ્તો પૂર્વવ્રત કર્યો હતો. ત્યારે આ મુસીબત સમાન બનેલા રસ્તા બાબતે જાણે તંત્ર કોઈ નિર્દોષ વાહન ચાલાક ના મૃત્યુ ના મુર્હતની રાહ જોતું હોય તેવુ લાગી રહ્યું છે. તો બીજી બાજુ તાલુકા મથક ના ગામમાં જાણે સરકાર નુ કોઈ તંત્ર કામ જ ના કરતુ હોય તેમ તમામ કાયદા અને નિયમો વિરુદ્ધની પ્રવુતિઓ બેફામ થતી જોવા મળી રહી છે.. ત્યારે રાજ્ય સરકાર આ બાબતે જાગૃતતા દાખવી જિલ્લા ના વહીવટી તંત્ર ને કડક સૂચનો આપી આ તાલુકા ને વિવિધ બદીઓ માંથી મુક્તિ આપવવા અને ગાઢ નિંદ્રા માં સુતેલા વહીવટી અને પોલીસ તંત્ર ને જગાડવા લોક માંગણી ઉઠતી જોવા મળી રહી છે.