ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરના સિદસરના ટ્રક માલિક વ્યાજખોરોને વ્યાજ ન ચૂકવી શકતા ટ્રકો ઉઠાવી જવાયા

11:26 AM Sep 25, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગરના સિદસર ગામના એક યુવકની માલિકીના બે ટ્રકના લોનના હપ્તા ચડી જતાં ભોજપરા અને નેસડાના બે વ્યાજખોર પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જે બાદ ટ્રકોના બાકી હપ્તા પેટે ફાયનાન્સ કંપની ઉઘરાણી કરતા ભોજપરાના વ્યાજખોરે બંન્ને ટ્રકો પોતાની વાડીએ મુકાવી, બંન્ને ટ્રકના લોનના હપ્તાનું સેટલમેન્ટ કરાવી બાકીના રૂૂપિયા યુવકને આપી દેવાનો વાયદો આપ્યો હોવા છતાં, યુવકના બંન્ને ટ્રકના કાગળો, ટ્રકો ઓળવી જઇ, સાત લાખ રૂૂપિયા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા યુવકે આ બંન્ને વ્યાજખોર વિરૂૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

ભાવનગરના સિદસર ગામે મેઘાનગરમાં રહેતા મયુરસિંહ ગંભીરસિંહ ગોહિલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે ટ્રકો ચોલા મંડલમ ફાયનાન્સ કંપનીમાંથી ટ્રકો ઉપર લોન કરાવી હતી. જે બાદ બંન્ને લોનના હપ્તા ન ભરી શકતા ભોજપરાના કુલદિપસિંહ નરવરસિંહ ગોહિલ પાસેથી એક લાખ રૂૂપિયા લીધા હતા અને બાદમાં વધુ રૂૂપિયાની જરૂૂર પડતાં નેસવડના બુધાભાઇ આહિર પાસેથી બે ટકા લેખે ત્રણ લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા.જેમાં એક ટ્રકનો અકસ્માત અને એક ટ્રકનું એન્જિન ફેલ થઇ જતાં લોનના હપ્તા ચડતા હોવાથી બંન્ને ટ્રકો કુલદિપસિંહે પોતાની વાડીએ મુકાવી, ફાયનાન્સ કંપની સાથે સેટલમેન્ટ કરાવડાવી દઇ બાકીના રૂૂપિયા મયુરસિંહને પરત આપવાનું વચન આપેલ પરંતુ કુલદિપસિંહ અને બુધા આહિરે બંન્ને ટ્રકોના કાગળો, ટ્રકો લઇ ઉપરથી સાત લાખ રૂૂપિયા વ્યાજ પેટે માંગી.

ટ્રકોના રૂૂપિયા ન આપી છેતરપિંડી આચરતા મયુરસિંહ ગોહિલે બંન્ને વ્યાજખોર કુલદિપસિંહ અને બુધા આહિર વિરૂૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ફરિયાદીએ સૌ પ્રથમ બંને ટ્રકો ઉપર લાખો રૂૂપિયાની લોન લીધી હતી જેમાં એક ટ્રકનું અકસ્માત અને બીજા ટ્રકનું એન્જિન ફેલ થઈ જતા ટ્રકનું ભાડુ બંધ થઈ ગયુ હતુ જેને લઈને લોનના હપ્તા ચડી ગયા હતા જેથી વ્યાજખોરો પાસેથી લાખો રૂૂપિયા વ્યાજે લેવા ફરિયાદી મજબુર બન્યો હતો.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement