For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્ત

03:15 PM Nov 12, 2025 IST | admin
બોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો  કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્ત

બોટાદ-ગઢડા માર્ગ પર નાગલપર ગામ નજીક ગત રાત્રિએ એક ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સહિત ચાર લોકોને ઈજાઓ થઈ હતી. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ ટળી હતી.બોટાદથી ગઢડા જઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક રસ્તાની બાજુમાં આવેલા 11 કેવી લાઈનના વીજપોલ સાથે અથડાયો હતો.

Advertisement

આ અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રક પલટી ગયો અને બે વીજપોલ તૂટી પડ્યા હતા. ટ્રકમાં સવાર કિશોર વેલાણી સહિત ચાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement