ઉના-ભાવનગર રોડ પર ટ્રકે 12 ઘેટા-બકરાને કચડી નાખ્યા !!
જાફરાબાદ તરફ ઓવર સ્પીડ પર જઈ રહેલા ટ્રકે અકસ્માત સર્જતા લોકોએ ચાલકને ઝડપી લીધો
ઉના ભાવનગર રોડ પર સમી સાંજ ના સમયે ઉના થી જાફરાબાદ તરફ જતા એક ટ્રક ઓવર સ્પીડ જતો ટ્રક એ ગાંગડા ગામ નજીક રસ્તા પર ઘેટા બકરા ચરાવવા નીકળેલ માલધારી ના 12 જેટલા ઘેટા બકરા પર ટ્રક ચડાવી દેતા પશુઓની ચિચિયારીઓ થી માર્ગ ગુંજી ઉઠ્યો હતો.
ઘટન સ્થળે 12 જેટલાં ધેટાં બકરા ના મોત નીપજ્યા હતા અને મૂંગા પશુ ના લોહી થી રસ્તો રંગાઈ ગયો હતો ગાંગડા નજીક થયેલ આ અકસ્માત થતા લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ટ્રક ચાલક ને ઝડપી સનખડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશને લઈ ગયેલ મહત્વની વાત એ છે ભાવનગર હાઈ વે પર 24 કલાક સતત વાહનો ની અવર જવર રહેછે ત્યારે ઓવર સ્પીડ આવતા વાહનો અનેક વખત અકસ્માત સર્જતા હોય તેમ હજુ બે દિવસ પહેલા એક બોલેરો ચાલકે એક ભેંસ ને હડફેટે લેતા ભેંસ નું મોત નીપજ્યું હતું આ વિસ્તાર માં બનતી વારંવાર અકસ્માત ની ઘટના અટકાવવા માટે પોલીસે પણ સતર્ક રહેવાની જરૂૂર છે આ વિસ્તાર માં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ અકસ્માત ની ઘટના વધી રહી છે ત્યારે કોઈ માનવ જીવન નો ભોગ લેવાય તે પહેલાં આ વિસ્તારમાં બેરિટેક મૂકવામાં આવે જેથી વાહનો ની સ્પીડ પર ક્ધટ્રોલ રહે તેવી માંગણી ઉઠવા પામી છે