રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દમણથી જૂનાગઢ જતો રૂા. 57.51 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

01:24 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે સુરત પાસે દરોડો; રૂા. 78.15 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, જૂનાગઢના બૂટલેગર સહિત 4ની શોધખોળ

દમણથી જૂનાગઢના બુટલેગરે મંગાવેલો રૂા. 57.51 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સુરત પાસેથી ઝડપી લઈ ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે આ દરોડા બાદ તપાસમાં જૂનાગઢના બૂટલેગર સહિત સપ્લાયરનું નામ ખુલતા ચારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એસએમસીના દરોડામાં રૂા. 78.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય તથા ડીવાયએસપી કે.ટી. કામળિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એચ. પનારા અને તેમની ટીમે બાતમીના આધારે સુરત નજીક ઓસંબા પાસે એક ટ્રકને આતર્યો હતો.

જીજે 20 વી 4671 નંબરા ટ્રકમાં તપાસ કરતા રૂા. 57.51 લાખનીકિંમતની 25,284 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો આ દારૂ સાથે હરિયાણાના સીરસાના ટ્રક ડ્રાઈવર રોહિત જગવીરસિંગ છત્તરસીંગ પટ્ટીની ધરપકડ કરી રૂા. 78.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડા બાદ ટ્રક ડ્રાઈવરની પુછપરછમાં આ દારૂનો જથ્થો સપ્લાયર રાજુસીંગ દિલિપસીંગ સાદર તેમજ દમણના બલજીતસીંગનું નામ ખુલ્યું હતું. આ દારૂનો જથ્થો જૂનાગઢના બુટલેગરે મંગાવ્યો હોય જે અંગે એસએમસીએ ટ્રકના માલીક અને દમણના સપ્લાયર અને જૂનાગઢના બુટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Tags :
gujaratgujarat newsJunagadhliquor
Advertisement
Next Article
Advertisement