લોધિકા-રીબડા માર્ગ ઉપર મસમોટાં ગાબડાંથી પરેશાની
જે રોડ ઉપરથી દરરોજ સેકંડો વાહનોની અવરજવર થાય છે તે લોધિકા રીબડા માર્ગ પેવર કરવાના કામ ની એક વર્ષ પહેલા મંજૂરી મળી ગયેલ છે અને જેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયેલ છે તેવા રોડની અત્યંત જર્જરીત હાલત થી અહીંથી પસાર થતાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયેલ છે. આ અંગે લોધિકા શિવસેના ના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપપ્રમુખ અશોક વસોયાએ રાજ્યના માર્ગ મકાન મંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે લોધિકા રીબડા રોડ હાલ અત્યંત બીસમાર હાલતનો બની ગયેલ છે આ માર્ગ પર સતત રાત દિવસ વાહનોની અવરજવર રહે છે આ માર્ગ અત્યંત બિસ્માર હાલતનો છે સતત ખાડા ખબડાથી વાહન ચલાવવું મુશ્કેલ બની ગયેલ છે.
સતત અકસ્માતનો ભય જજુમી રહ્યો છે ઠેક ઠેકાણે ગાબડાને લઈ ડામર નું નામો નિશાન જોવા મળતું નથી આ રોડને મંજૂરીની મહોર લાગી ગયા ને દોઢ વર્ષ જેવો સમય વીતી ગયેલ છે છેલ્લે ચોમાસા બાદ આ રોડની હાલત દયનીય થઈ ગયેલ છે આ રોડ ગોંડલ પંથકથી આવતા જામનગર તરફ જતા આવતા વાહનો તેમજ સાપર ઔદ્યોગિક વસાહત અને મેટોડા જીઆઇડીસી ને જોડતો અતિ મહત્વનો માર્ગ હોય તેમ છતાં જાણે તંત્રને કંઈ પડી ન હોય તેમ મંજૂર થઈ ગયેલ રોડનું કામ શરૂૂ કરવામાં આવતું ન હોય પ્રજામાં રોશ જોવા મળી રહેલ છે ત્યારે આ વિસ્તારના પ્રજાના પ્રતિનિધિ તેમજ ઉચ્ચ અધિકારી જાગૃતતા દાખવી આ રોડ નું કામ તુંરત શરૂૂ થાય તેવી લોકોની માગણી છે.