ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બસમાં વારંવારની સૂચના બાદ પણ રૂટ બોર્ડ નહીં મૂકાતા હાલાકી

04:59 PM Sep 02, 2025 IST | Bhumika
Advertisement

દરવાજા પાસે જ દોરડા બાંધતા ચઢવા-ઉતરવામાં મુસાફરોને મુશ્કેલી: રજૂઆત છતા તંત્રનું મૌન

Advertisement

મુસાફરોને પડતી હાલાકી અને ખામીયુક્ત બસ સેવાઓ અને એસ.ટીમાં ચાલતા ભ્રષ્ટાચારો અંગે મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆતો કરી એનો ઉકેલ લાવી રહ્યા છે ગઈકાલે હું મારા મૂળ વતન ખેરવા (તાલુકો વાંકાનેર) સાંજે પાંચ કલાકે ઉપડતી બસમાં જઈ રહ્યો હતો ત્યારે ધોરાજી ડેપોની તસવીરમાં દેખાતી જુનાગઢ-કાલાવડ-માટેલ બસ નંબર GJ-18-Z  મા હું એસ.ટી બસપોર્ટ થી જ્યારે બસમાં ચડ્યો ત્યારે બસના ગેટ પાસે મોટું દોરડું બાંધેલું હતું જો કોઈ મુસાફર ગફલતમાં રહે અથવા બસમાં ચડવા ઉતારવામાં ભીડ હોય તો ગળાફાસો આવી જાય એ પ્રકારની હરકત આ ધોરાજી ડેપો ની બસમાં કરવામાં આવી હતી. અમારી જાણ મુજબ દરવાજો બંધ કરવા કંડકટરને ઊભા થવાની તસ્દી ન લેવી પડે અને બેઠા બેઠા દોરડા ખેંચે એટલે દરવાજો બંધ થઈ જાય એટલે દોરડા બાંધવામાં આવે છે. વધુમાં બસ ત્યારે બસપોર્ટની બહાર નીકળી ત્યાં સુધી રૂૂટ બોર્ડ પાછળ બસમાં લગાવવામાં આવેલ નહીં.

કંડકટર નવા હોય ફરિયાદ બુક હતી નહી જેના પગલે બસમાંથી મેં તાત્કાલિક ધોરાજી ડેપોના જવાબદાર અધિકારીને રજૂઆત કરી કે દોરડા બાંધવાના નથી તમે આ નવી નકોર બસમાં ગેટ માં કોઈ ખામી હોય તો એ રીપેર કરાવો આ દોરડું કોઈકના મોતનું કારણ બનશે જેના પગલે અધિકારી સાથે ટેલીફોનિક રજૂઆત કરતાની સાથે જ કંડકટરને સૂચના આપી કે તાત્કાલિક દોરડું કાઢી નાખવું કંડકટરને જ્યારે પ્રતિનિધિએ કહ્યું કે દોરડું કોણે બાંધ્યું ત્યારે કહ્યું કે મને ખબર નથી લ્યો બોલો બસમાં દોરડા બાંધી જાય છતાં ખબર નથી કે કોણ બાંધી ગયું. અરે ભાઈ તમે ગેટ બંધ ન થતો હોય તો રીપેર કરાવો ને 35% ભાડા વધારા સાથે તમે મુસાફરોના વાર્ષિક 1800 કરોડ રૂૂપિયા ખંખેરો છો તો શા માટે દોરડા બાંધો છો. રાજ્યમાં રોજ 29 લાખ લોકો નિયમિત ગુજરાત એસ.ટી બસમાં મુસાફરી કરી રહ્યા છે.

કંડક્ટરોને ડેપો મેનેજરો દ્વારા ફરિયાદ બુક અપાતી નથી અને કંટ્રોલ રૂૂમમાં ફરિયાદ બુક માંગે તો ઓનલાઇન ફરિયાદ કરવી એવો હઠાગ્રહ રાખવામાં આવે છે. અને એસટી દ્વારા મુસાફરોની ફરિયાદ કે વ્યાજબી સૂચન અંગે કોઈ પણ જાતનો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલ નથી અને જે પગલે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય છે. કારણકે ફરિયાદ સાંભળવા વાળું કોઈ હોતું નથી જે પગલે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા હેલ્પલાઇન નંબર 94262 29396 જાહેર કરવામા આવેલ છે અને તેની પર મુસાફરો પોતાને પડતી મુશ્કેલીઓ અને એસ.ટી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પુરાવા સાથે ફરિયાદ કરી શકે છે.

Tags :
busgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement