ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારી દેતા હાલાકી

11:41 AM Sep 04, 2025 IST | Bhumika
Advertisement

રાતના આઠ વાગ્યા બાદ શૌચાલયને તાળા મારી દેતા ખુલ્લામાં બાથરૂમ જવાની નોબત

Advertisement

સરકાર દ્વારા એક તરફ એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધાઓ માટે મોટીરકમની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ બીજી બાજુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે મુસાફરોને સુવિાઓ મળવાને બદલે હાલાકી ભોગવવાનો વારો આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં રાતના સમયે દિવ્યાંગ તેમજ મહિલાઓના શૌચાલયને તાળુ મારી દેતા હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, જુનાગઢ સહિતના જીલ્લાઓમાં મોટીસંખ્યામાં મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે જેમાં લાંબા રૃટની એસટી બસોનો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ખાતે સ્ટોપેજ હોવાથી રાત્રીના સમયે પણ મુસાફરોની બસ સ્ટેન્ડમાં અવર-જવર જોવા મળે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં સથાનીક એસટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા દરરોજ રાતના 8-00 વાગ્યા દિવ્યાંગો અને મહિલાઓના શૌચાલય અને બાથરૃમને તાળા મારી દેવામાં આવે છે.

જેના કારણે રાત્રીના સમયે મુસાફરી કરતા મહિલાઓ અને દિવ્યાંગોને બહાર બાથરૃમ માટે જવાનો વારો આવતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. એક તરફ સરકાર દ્વારા એસટી બસ સ્ટેન્ડમાં સુવિધાઓની વાતો કરવામાં આવે છે પરંતુ બીજી બાજુ સ્થાનીક એસટી વિભાગની જો હુકમી અને તઘલખી નિર્ણયના કારણે અનેક મુસાફરોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી રાત્રીના સમયે પણ દિવ્યાંગો અને મહિલાઓના શૌચાલય શરૃ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :
gujaratgujarat newsSurendranagarSurendranagar bus standSurendranagar news
Advertisement
Next Article
Advertisement