ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગાંધીનગરમાં ચક્રવ્યૂહ: CM સુધી કોમન મેનને પહોંચવા 3 કોઠા વિંધવાના

03:54 PM Mar 20, 2025 IST | Bhumika
Advertisement

આરોગ્ય વિભાગના કર્મીઓ ન પહોંચે તે માટે ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત, વિરોધ પ્રદર્શન કરતા 500થી વધુ કર્મચારીઓની અટકાયત કરાઇ

Advertisement

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષોથી સંતોષવામાં ન આવતાં સરકાર સામે બાંયો ચઢાવી છે. આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગર પહોંચી આંદોલન કરતા આશરે 500થી વધુ કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ગત અઠવાડિયે માસ સી એલ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સામે સરકારે લાલ આંખ કરવાની યુક્તિ ગોઠવી દીધી છે. જ્યારે આજે આરોગ્ય કર્મીઓ રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાંથી ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જેના પગલે સામાન્ય નાગરિકોનું પણ ચેકિંગ ચાલુ કરી દેવાયું હતુ.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરૂૂ થઈ ગઈ હતી. જેમાં જિલ્લાના પ્રમુખ માર્ગો પર પોલીસ દ્વારા તેમને ગાંધીનગર તરફ જતા અટકાવી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની ચીમકી આપી ગાંધીનગર ગેટ નંબર 1 આગળ પહોંચે એ પહેલા 3 લેયર ચેકીંગ ગોઠવી દેવામાં આવ્યું હતુ.

ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે. દરેક ચેક પોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફરજિયાત ઓળખ પત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવાના આવી રહ્યા છે.

આરોગ્ય કર્મચારી મહાસંઘ છેલ્લા ઘણાં સમયથી આરોગ્ય કર્મચારીઓની મહત્વપૂર્ણ માંગણીઓને લઇ સરકારને રજૂઆત કરી રહ્યો છે. આ માંગણીઓમાં આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આ મુદ્દાઓ માટે લાંબા સમયથી સરકાર સામે પોતાની આ વાત રજૂઆત કરી રહ્યા છે.

ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જેમાં આરોગ્ય કર્મીઓ જે કોઈ સચિવાલયમાં ઘૂસીને કોઈ આંદોલન કે અન્ય ઘટના ન થાય એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત અગાઉ ગોઠવી દેવામાં આવ્યો છે.

Tags :
CMgujaratgujarat newsHealth Department staff
Advertisement
Next Article
Advertisement