વિમાન દુર્ઘટનાનાં મૃતકોને ઠેર-ઠેર શોકાંજલિ અપાઇ
અમદાવાદનાં મેણાણીનગરમા 12 જૂનનાં રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા 280 થી વધુ લોકોનાં દુ:ખદ અવસાન થયા છે. આ દુર્ઘટનામા અનેક પરીવારોએ તેમના સ્વજનો ગુમાવી શોકમગ્ન છે ત્યારે હતભાગીઓની આત્માની શાંતિ માટે ગામે ગામે સામાજિક રાજકિય આગેવાનો તેમજ સંસ્થાઓએ શોકસભા યોજી શ્રધ્ધાંજલી પાઠવી હતી.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
આજે તા.13 ના વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પરિસરમાં અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે દુ:ખની લાગણી વ્યક્ત કરી મૃતકોની સદ્ગતિ માટે સોમનાથ મહાદેવને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
મોરબી બાર એસોસિએશન
દેશની સૌથી મોટી કરુણ અને આઘાતજનક અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીનું પણ નિધન થયું છે. આથો સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. તેથી મોરબી બાર એસોસિએશન દ્વારા આ પ્લેન દુર્ઘટનામાં ઊંડો આઘાત વ્યક્ત કરી બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ધ્રોલ પાલિકાના કર્મચારીઓએ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
ધ્રોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્રારા અમદાવાદ પ્લેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી અને ધ્રોલના દંપતી સહિત તમામ મૃતકોના આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલી આપી, મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેના માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ગીતાબા જાડેજા-ગોંડલ
ગુરુવાર નાં અમદાવાદ માં પ્લેન ક્રેશ ની ઘટનામાં ગુજરાત નાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી નાં થયેલા નિધન અંગે ગોંડલ નાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ ઘટના અતિ દુ:ખદ હોવાનું જણાવી ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.તેમણે કહ્યુ કે વિજયભાઈ રુપાણી ખરા અર્થ માં જાગૃત પ્રહરી અને વિકાસ પુરુષ હતા.ગોંડલ પ્રત્યે તેઓને અનોખો લગાવ હતો.ગુજરાત નાં રાજકારણ માં વિજયભાઈ ની ખોટ ક્યારેય પુરી શકાશે નહી.ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પ્લેન દુર્ઘટનાનો ભોગ બનેલા દિવંગત આત્માઓ ની શાંતિ માટે ઈશ્ર્વર ને પ્રાર્થના કરી ત્રધ્ધાંજલી અર્પણ કરી હતી. કમભાગી ધટનાને લઇ ને ગોંડલ પંથક શોકમગ્ન હોવાનું જણાવ્યું હતુ.
બગસરા જૂના સ્વામિ નારાયણ મંદિર
બગસરા જુના સ્વામી નારાયણ મંદિર ના સ્વામી વિવેકસ્વરૂૂપ સ્વામી દ્વારા બગસરા ના જુના સ્વામી નારાયણ મંદિર ખાતે અમદાવાદ માં ઇન્ડિયન એરલાઈન ના પ્લેન દુર્ઘટના માં થયેલ 290 મૃતકો ને પરમ કૃપાળુ પરમાત્મા સદગતિ આપે તેમજ તેમના પરિવાર ઉપર આવી પડેલ અચાનક દુ:ખ ની ઘડી ને સહન કરવાની શક્તિ પ્રદાન કરે આ શ્રધ્ધાંજલિ અર્પણ માં બગસરા ની સામાજિક સંસ્થા ના આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ બગસરા ના રાજકીય તેમજ વેપારીઓ સહિત સ્વામી ભક્તો એ શોક વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમનું આયોજન બગસરા સ્વામી નારાયણ મંદિર ના વિવેકસ્વરૂૂપ સ્વામી એ કરેલ. બગસરા ના વિવિધ આગેવાનો દ્વારા શબ્દોથી શ્રદ્ધાંજલિ તેમજ બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
બાલંભડી ગામ રાધે ગોપી મંડળ
કાલાવડ તાલુકાના બાલંભડી ગામે રાધે ગોપી મંડળ દ્ધારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.. સમગ્ર મહિલા ઓ ભાવવિભોર માહોલમાં એકત્રિત થઈ હતી અને બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કર્યો હતો...તેમજ ગોપી મંડળ દ્ધારા પ્રાર્થના કરી મૃતક આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.