રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલ હોસ્પિટલમાં સારવાર એટલે મોતને આમંત્રણ

04:52 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અપુરતી સુવિધા અને સારવારનો અભાવ હોવાની જિલ્લા કલેકટર પ્રભવ જોષીને અનેક ફરિયાદો મળતાં ગઈકાલે રેસીડેન્ટ કલેકટરને સરપ્રાઈઝ ચેકીંગ કરવા આદેશ આપ્યા હતાં. જેમાં ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ સરપ્રાઈઝ ચેકીંગ સાંજ સુધી ચાલ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલનાં તંત્રની ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. સિવિલ હોસ્પિટલનાં ઓપરેશન થીયેટરમાં રહેલા સાધનો કેલીબ્રેશન કે સ્ટરલાઈઝ સર્ટીફીકેટના હોવાનું બહાર આવતાં સિવિલ સર્જનનો કલેકટરે રિતસરનો ઉધડો લઈ લીધો હતો.

Advertisement

સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન રાજકોટ શહેરની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીના થર અને સારવારનો અભાવ હોવાની જિલ્લા કલેકટર સમક્ષ અનેક ફરિયાદો આવી હતી. સિવિલ હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનો અને સિનિયર ડોકટરોની ટીમ ફાળવી હોવા છતાં દર્દીઓને પુરતી સારવાર નહીં મળતી હોવાનું અને ફરજિયાત દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે. આવી ફરિયાદો જિલ્લા કલેકટરને મળી હતી.

કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ આરડીસી ચેતન ગાંધીએ નાયબ મામલતદાર અને જિલ્લા પંચાયત આરોગ્યની ટીમને સાથે રાખી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી અને ઓપરેશન થીયેટર સહિતના તમામ વિભાગોનું સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ હતું. જેમાં હોસ્પિટલના વહીવટી તંત્રની ઘોર બેદરકારી ઉંડીને આંખે વળગી હતી.

સિવિલ હોસ્પિટલનાં ઓપરેશન થીયેટરમાં ઓપરેશન માટે ફાળવેલા અતિ આધુનિક સાધનો કેલીબ્રેશન કે સ્ટરલાઈઝ સર્ટીફીકેટના મળી આવ્યા હતાં. આવા સાધનોથી કોઈપણ દર્દીનું ઓપરેશન કરવામાં આવે તો તેને ઈન્ફેકશન થઈ શકે છે. આ ઉપરાંત તમામ વોર્ડમાં અને બાથરૂમમાં ગંદકી જોવા મળી હતી. એટલું જ નહીં પરંતુ આરડીસીની તપાસમાં સિવિલ હોસ્પિટલના એડમીનીસ્ટ્રેશન વિભાગે કોઈપણ દિવસ વોર્ડ કે ઓપરેશન થીયેટરની મુલાકાત પણ નહીં લીધી હોવાનું બહાર આવતાં એડમીનીસ્ટ્રેશન વિભાગના હેડને સિવિલ હોસ્પિટલમાં જ બોલાવીને ખખડાવી નાખ્યા હતાં.
આ અંગેનો રિપોર્ટ જિલ્લા કલેકટરને કરવામાં આવતાં સિવિલ સર્જનને કલેકટર કચેરીએ ઉપસ્થિત રહેવા આદેશ આપ્યો હતો અને કલેકટર કચેરી ખાતે હાજર રહેલા સિવિલ સર્જનને તેમની બેદરકારી અંગે જિલ્લા કલેકટરે રીતસરનો ઉધડો લઈ લીધો હતો. એટલું જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડમાં નર્સિંગ સ્ટાફ અને ડોકટર ફરજ પર હાજર હતો પરંતુ આખી હોસ્પિટલમાં સિવિલ સર્જન સહિતના સિનિયર ડોકટરો ઘેરહાજર મળી આવ્યા હતાં.

Tags :
gujaratgujarat newsrajkotrajkot Civil Hospitalrajkot news
Advertisement
Next Article
Advertisement