રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એક્સપ્રેસ-વે અને નેશનલ હાઇવેની મુસાફરી લોકોના ખિસ્સા ખંખેરશે

12:08 PM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે અને નેશનલ હાઈવે 48 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે તમે આ રસ્તા પર મુસાફરી કરવા જઈ રહ્યા છો તમે આ સમાચાર જરૂૂર વાંચી લેજો. કેમ કે આ રસ્તાઓ પર વડોદરા-અમદાવાદ વચ્ચે ટોલ ટેક્સમાં પાંચ રૂૂપિયાથી લઈને 15 રૂૂપિયા જેટલો વધારો કરાયો છે. આઇઆરબી અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત્ત નેશનલ હાઇવે ઓથોરીટીના હસ્તક આવતા સૌરાષ્ટ્રના ગડુ- પોરબંદર, ઓખામઢી અને પોરબંદર- દ્વારકા ટોલ નાકાનો પણ સમાવેશ થાય છે.

Advertisement

જાણકારી મુજબ, વડોદરાથી અમદાવાદ વચ્ચેની એક્સપ્રેસ વેની ટોલ ફીલ કાર-વાન જીપ જેવા વાહનો માટે ભાવ 135 રૂૂપિયા યથાવત રહેવાનો છે. તેમ છતાં વાસદથી વડોદરા આવવા માટે નેશનલ હાઈવે 48 પર ટોલ ફી પહેલા કાર-જીપ માટે 150 રૂૂપિયા હતો. તેમાં પાંચ રૂૂપિયા જેટલો વધારો કરતા 155 રૂૂપિયા થઈ ગયો છે. તેમ છતાં રઘવાણજ ખાતે કાર-જીપની ટોલ ફી 105 રૂૂપિયા યથાવત રહેવાનો છે.

તેની સાથે અમદાવાદ એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર વાહનોને વધુ ટોલ ટેક્સ ચુકવવો પડશે. તેમ છતાં સુત્રો અનુસાર આ વધારો 5 થી 15 રૂૂપિયા જેટલો રહેવાનો છે. નેશનલ હાઈવે 48 પર રઘવાણજ ખાતે જીપ-કારનો ટોલ યથાવત રહેવાનો છે. જે 105 રૂૂપિયા રહેલો છે. એલસીવી માટે 170 રૂૂપિયા, ટ્રક અને બસ માટે ટોલ 345 રૂૂપિયા થઈ ગયો છે. વાસદ ટોલનાકાથી વડોદરા આવવા માટે ટોલ ફી જીપ-કાર માટે 155 રૂૂપિયા, એલસીવી માટે 240 રૂૂપિયા, બસ કે ટ્રક માટે 490 રૂૂપિયા ચુકવવો પડશે.તેની સાથે કંપનીઓ દર વર્ષે પ્રથમ એપ્રિલથી ટોલ ટેક્સમાં ફેરફાર કરે છે. પરંતુ આ ફેરફારને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂરી અપાઈ છે. આ વધારો પ્રથમ એપ્રિલથી અમલમાં મુકાશે.

Tags :
gujaratgujarat newsnational highwaysvadodaravadodara news
Advertisement
Next Article
Advertisement