ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજે મળતું મુસાફરી ભથ્થું રદ

01:01 PM Feb 08, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. હવે પ્રાંત અધિકારી અને મામલતદારને પણ લોગબુકનો જ ઉપયોગ કરવો પડશે.

Advertisement

ગુજરાત સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે નવા નિર્ણયો લઈ રહી છે. સામાન્ય રીતે પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજ અર્થે ફાળવેલ સરકારી પેટ્રોલ અને ડીઝલના વાહનો માટે કાયમી ભથ્થું ચૂકવાતું હતું. આ કાયમી ભથ્થું ચૂકવવાનો 2022 નો પરિપત્ર મહેસુલ વિભાગે રદ કર્યો છે. હવે આ અધિકારીઓએ પણ લોગબુક અને તે માટેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે.

આ વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની એક્ચ્યુઅલ કિંમત તેમજ દૈનિક ભથ્થું આપવામાં આવશે.સરકારે જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, મહેસૂલ વિભાગ હેઠળની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારો સરકારી કામકાજ અર્થે ફાળવવામાં આવેલ પેટ્રોલ/ડિઝલ સંચાલિત વાહનો માટે કાયમી મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવે છે.

પેટ્રોલ ડિઝલના ભાવોમાં થયેલ વધારા તથા દૈનિક ભથ્થાના દરોમાં થયેલો વધારી લક્ષમાં લઈ સરકારશ્રી બરા પ્રાંત અધિકારી અને મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાના દરમાં વંચાણે લીધા કમ-(1)માં દર્શાવેલ મહેસૂલ વિભાગના તા.01/01/2022ના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે.કાળજી પૂર્વકની પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા વંચાણે લીધા કમ-(1)માં દર્શાવેલ મહેસૂલ વિભાગનો તા.01/01/2022નો ઠરાવ આથી રદ કરી તેની જગ્યાએ પ્રાંત અધિકારી અને મામલતદારો કે જેઓને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ/ડિઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોય તેઓને ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુક આધારીત વાહનનો ઉપયોગ કરવા આથી ઠરાવવામાં આવે છે. વધુમાં આ અધિકારીઓ દ્વારા જે મુસાફરી કરવામાં આવે તે માટે પેટ્રોલ કે ડીઝલનો ખરેખર ખર્ચ ઉપરાંત લાગુ પડતા દરે દૈનિક ભથ્થાની બર્ચ ચુકવવાનો રહેશે.

Tags :
governmentgujaratgujarat newsMamlatdarsprovincial officers
Advertisement
Next Article
Advertisement