શહેરના બે પી.એસ.આઇની બદલીઃ ક્રાઇમ બાંચમાં સી.બી.જાડેજા મુકાયા
પોલીસ કમિશનર દ્વારા શહેરના બે પીએસઆઇની આંતરિક બદલીનો હુકમ કર્યો છે. જેમાં એ ડીવીઝન અને આર્થિક નિવારણ ગુના શાખાના પીએસઆઇની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા છેલ્લા ઘણા વખતથી શહેર પોલીસ વેડામાં ફેરફારો કર્યા છે. જેમાં પીઆઇ થી પીએસઆઇ તેમજ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલીના હુકમો કર્યા છે. તેમજ કાઈમબ્રાંચની સાથેપી.સી.બીને મજબુત બનાવી શહેરમાંથી કેટલાક પોલીસ કર્મચારીઓને પીસીબીમાં મુકાયા છે.
પોલીસ કમિશનરે બે પીએસઆઈની આંતરિક બદલીનોહુકમ કર્યો છે. જેમાં રાજકોટ શહેરના એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ
બજાવતા પીએસઆઇ એચ.એન.ગઢવીને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટમાં અને આર્થિક ગુના નિવારણ શાખામાં ३२०४ બજાવી રહેલા પી.એસ.આઈ ચંદ્રસિંહ જાડેજાને ક્રાઇમ બ્રાંચમાં મુકાયા છે. ક્રાઇમ બ્રાંચમાં મુકાયેલા પી.એસ.આઈ ચંદ્રસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરમાં કોન્સ્ટેબલ તરીકે એસઓજી તેમજ કુવાડવા સહિતના પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકિયા છે. રાજકોટ શહેરની ભગૌલિક સ્થિતિ અને ગુનેહાગોરની પેન્ટનથી વાકેફ ચંદ્રસિંહ જાડેજાને ક્રાઈમ બ્રાંચમાં મુકવામાં આવ્યા છે.