For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યના 232 પોલીસ ઈન્સ્પેક્ટર અને 594 ફોજદારની બદલી

01:08 PM Feb 01, 2024 IST | Bhumika
રાજ્યના 232 પોલીસ ઈન્સ્પેક્ટર અને 594 ફોજદારની બદલી

રાજકોટના પીઆઈ એલ.એલ.ચાવડા, એમ.બી.નકુમ, જે.ડી.ઝાલા, કે.જે.રાણા સહિત પાંચ પીઆઈ બદલાયા, રૂરલમાંથી કે.કે.જાડેજા, એ.બી.ગોહિલ, એમ.પી.વાળાની બદલી

Advertisement

લોકસભાની ચૂંટણીના કારણે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં બદલીનો દૌર શરૂ કર્યો છે જેમાં બે દિવસ પહેલા મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને સનદી અધિકારીઓની બદલીઓના મોટા ઘાણવા બહાર કાઢયા બાદ પોલીસ તંત્રમાં ફેરફારો શરૂ કર્યા છે જેમાં ગઈકાલે મોડીરાત્રે 232 પોલીસ ઈન્સ્પેકટર અને હથિયારી અને બિનહથિયારી 594 ફોજદારોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં જ જાહેરાત થવાની છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજ્ય સરકારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં અધિકારીઓની બદલીઓ શરૂ કરી છે. જેમાં મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને કલેકટર સહિતના અધિકારીઓની બદલીઓ કર્યા બાદ હવે પોલીસ તંત્રમાં ફેરફારો શરૂ કર્યા છે. રાજ્ય સરકારે મોડીરાત્રે 232 પોલીસ ઈન્સ્પેકટરોની બદલીના હુકમો કર્યા છે જેમાં રાજકોટ શહેરનાં પીઆઈ એલ.એલ.ચાવડાને અમદાવાદ સિટી, પીઆઈ એમ.બી.નકુમને અમદાવાદ શહેર, એસઓજી પીઆઈ જે.ડી.ઝાલાને અમદાવાદ શહેર અને પીઆઈ કે.જે.,રાણાને વડોદરા શહેરમાં મુકવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ રૂરલના પીઆઈ એમ.પી.વાળાને ભરૂચ, ધોરાજીના પીઆઈ એમ.બી.ગોહિલને જૂનાગઢ અને ઉપલેટાના પીઆઈ કે.કે.જાડેજાને સીઆઈડી ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે. જ્યારે અમરેલીના પીઆઈ જે.એમ.કૈલા, સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાને રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ પીટીએસના પીઆઈ એ.ડી.પરમારને રાજકોટ ગ્રામ્ય, પાટણના પીઆઈ આર.જે.ગોધમને રાજકોટ ગ્રામ્ય, તેમજ સુરતા પીઆઈ જી.એ.પટેલ રાજકોટ શહેરમાં તેમજ પશ્ર્ચિમ રેલવેના પીઆઈ એફ.એ.પારઘીને રાજકોટ ગ્રામ્ય અને એસીબીના પીઆઈ આઈ.વી.રબારીને રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ એસીબી પીઆઈ એ.આર.ગોહિલને કચ્છ પૂર્વ ગાંધીધામમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 551 જેટલા બિન હથિયારી પીએસઆઈની બદલીનો મોટો ઘાણવા કાઢયો છે. જેમાં રાજકોટ શહેરમાંથી 17 જેટલી પીએસઆઈની જુદા જુદા શહેરોમાં બદલી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં 22 જેટલા પીએસઆઈને રાજકોટ સિટીમાં નિમણૂંક આપવામાં આવી છે. તેમજ રાજકોટ રૂરલના 7 પીએસઆઈને અન્ય જિલ્લામાં મુકવામાં આવ્યા છે અને તેમના સ્થાને જુદા જુદા જિલ્લામાંથી 8 પીએસઆઈની રાજકોટ ગ્રામ્યમાં નિમણૂંક આપવામાં આવી છે. સાથોસાથ 43 જેટલા હથિયારી પીએસઆઈની પણ બદલી કરતાં હુકમો કરવામાં આવ્યા છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા 18 નાયબ સચિવોની બદલી

ગુજરાત સરકાર દ્વારા 18 નાયબ સચિવોની બદલી કરવામાં આવી છે. જેમાં મનીષ શાહને ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી આદિજાતિ વિકાસ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય જે સચિવની બદલી કરવામાં આવી છે તેમાં તેજસ સોની. દિલીપ ઠાકર, દેવાયત ભમ્મર, કોમલ ભટ્ટ, નિકુંજ જાની, અનિતા ઝુલા, સમીર જોષી, રાજેન્દ્ર રાઠોડ, એમ વી પટેલ, આથમેરા કણસાગરા, કાનન પંડ્યા, મહેશ પ્રજાપતિ, ડો. જયશંકર ઓધવાણી, દિપલ હડીયલ, ભાવિતા રાઠોડ, હરેન્દ્રસિંહ પરમાર અને આર જે ખરાડીનો સમાવેશ થાય છે. સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત સચિવ તેજસ સોનીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં મુકવામાં આવ્યાં છે. નાણાં વિભાગના સંયુક્ત સચિવ દિલીપ ઠાકરને ડે. ક્ધટ્રોલર સિવિલ ડિફેન્સ અમદાવાદ ખાતે મુકવામાં આવ્યાં છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ દેવાયત ભમ્મરને નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં નિમણૂંક અપાઈ છે. નાણાં વિભાગના સંયુક્ત સચિવ કોમલ ભટ્ટને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગના નાયબ સચિવ નિકુંજ જાનીને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. નાયબ સચિવ અનિતા ઝુલાને ગૃહ વિભાગ (ફરિયાદ)માં મોકલવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement