રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જીએસટીના 171 અધિકારી, 24 મામલતદારોની બદલી

04:11 PM Jul 13, 2024 IST | admin
Advertisement

લોકસભાની ચૂંટણી બાદ રાજ્ય સરાકરે બદલીનો ઘાણવો કાઢ્યો: રાજકોટ ચૂંટણી પંચના મામલતદાર જસદણ મુકાયા: બે નાયબ મામલતદારોને બઢતી મળી

Advertisement

રાજ્ય સરકારમાં મોટાપાયે બદલીનો દોર યથાવત છે. ત્યારે લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ફરી એક વખત બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે જીએસટી તંત્રના 171 રાજ્ય વેરા નિરીક્ષક અધિકારીઓની સાગમટે બદલી કરી નાખવામાં આવી છે. તે સાથે 24 જેટલા મામલતદાર વર્ગ-2ના અધિકારીઓની બદલી કરાઇ છે. જેમાં કેટલાક મામલતદારને લોકસભાની ચૂંટણી પૂર્વે જિલ્લા તંત્રમાં મૂકાયા હતા તેમનો પણ સમાવેશ થાય છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કેટલાકની બદલી રાજ્ય ચૂંટણી પંચમાં પણ કરાઇ છે.

મુખ્ય રાજ્ય વેરા કમિશનરની કચેરી દ્વારા મુખ્યત્વે અમદાવાદની સહાયક કચેરીઓમાંથી મુખ્ય કચેરીમાં બદલી કરાઇ છે. તે સાથે સમગ્ર અન્ય જિલ્લામાં પણ રાજ્ય વેરા નિરીક્ષકોની બદલી કરાઇ છે. જેમાં એવી સ્પષ્ટતા કરાઇ છે કે જે રાજ્ય વેરા નિરીક્ષકોની બદલી સ્વ વિનંતીથી કરાઇ છે તેમને નિયમાનુસાર ફરજ પર જોડાવાનો સમય અને અન્ય ભાડા-ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં. ફિક્સ પગારના રાજ્ય વેરા નિરીક્ષકોને પણ અન્ય ભાડા-ભથ્થા મળવાપાત્ર નથી. તે ઉપરાંત મહેસૂલ વિભાગ દ્વારા મામલતદાર વર્ગ-2ના અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ નિમણૂક આપતી બદલીઓ કરાઇ છે. તેમાં કેટલાક વેઇટિંગ ફોર પોસ્ટિંગ મામલતદારનો પણ સમાવેશ કરી દેવાયો છે. બે મામલતદારને બઢતી પણ અપાઇ છે.સરકારી તંત્રમાં હજુ પણ મોટાપાયે બદલીઓનો દોર આગામી સમયમાં જારી રહેશે. કેટલીક બદલીઓ જાહેર હિતમાં તેમજ અનેક કિસ્સામાં અયોગ્ય કામગીરી સહિતની ફરિયાદોના કારણે પણ બદલીઓ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા 24 મામલતદારોની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ ચૂંટણી પંચમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.ડી. દવેની બદલી કરીને જસદણ મામલતદાર તરીકે નિમણુંક આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ સહિત રાજ્યના બે નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં રાજકોટના નાયબ મામલતદાર એસ.આર. ગીનોયાને મામલતદાર તરીકે પ્રમોશન આપીને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જ પબ્લીક રિલેશન ઓફિસર તરીકે નિમણુંક આપવામાં આવી છે. બઢતી પામેલા અધિકારી ગીનોયા આ મહિનાના અંતમાં વયમર્યાદાના કારણે નિવૃત થવાના છે.

Tags :
GSTgujaratgujarat newsindiaindia newstransfer
Advertisement
Next Article
Advertisement