ગુજરાતના 116 IPS અધિકારીઓને બદલી અને પ્રમોશન
25 જિલ્લાના એસપી ઉપરાંત રાજકોટ સહિત 4 શહેરના 32 ડીસીપી બદલાયા, 2021 બેચના 10 ASPની એસપી લેવલે બઢતી, ડીજીપી હસ્તકની રાજ્યની બે મહત્વની એજન્સી મજબૂત બનાવાઈ
ગુજરાત સરકાર ઘણા લાંબા સમયથી પેન્ડીગ આઈપીએસ અધિકારીઓની બદલીના અંતે હુકમો કર્યા હતા. ગુહવિભાગ દ્વારા આગામી વિધાનસભા 2027ને ધ્યાને રાખી બદલીના હુકમો કર્યા હતા. રાજયના કુલ 116 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 25 જિલ્લાના એસપી ઉપરાંત રાજકોટ સહિત 4 શહેરના 32 ડીસીપીને બદલી કરવામાં આવી છે. જયારે 2021 બેચના 10 આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા આઇપીએસને એસપી લેવલે બઢતી આપવા સાથે ટ્રાન્સફર કરાઈ. બદલીઓના હુકમોમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત 2012 અને 2013 બેચના અધિકારીઓ છે. આ અધિકારીઓને ટૂંક સમયમાં ડીઆઈજી લેવલે બઢતી મળવાની છે અને તેમને પોલીસની ખૂબ મહત્ત્વની ગણાતી એજન્સીઓમાં નિમણૂક અપાઈ છે. આ સિવાય સરકાર એટીએસની તર્જ પર સાયબર ક્રાઈમ માટે રાજ્યસ્તરીય એકમ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ તૈયાર કરવા જઈ રહી છે. તેમાં વલસાડના એસપી કરણરાજ વાઘેલાને મૂકવામાં આવ્યા છે. 2018ની બેચ કે તેનાથી સીનિયર અધિકારીઓને જિલ્લા એસપી સ્તરે તથા 2019 અને 2020 બેચના આઈપીએસને શહેરોના વિવિધ ઝોનમાં ડીસીપી તરીકે નિયુક્તિ અપાઈ છે.
પોલીસ અધિકારીઓની બદલીઓનો બદલીનો હુકમ તમામ અધિકારીના ફીડબેક, રિપોર્ટ કાર્ડ, ગુપ્ત કંટ્રોલ રૂૂમની ફીડબેક સિસ્ટમના આધારે હુકમ કરાવો છે. રાજ્યમાં સર્વપ્રથમ નાગરીકોના ફીડબેક, પોલીસ અધિકરીના રિપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને મુખ્યમંત્રી, ગૃહરાજયમંત્રી અને ગુહ વિભાગના અધિક મુખ્ય સચિવે વિચારણા કરીને ગણતરીના કલાકોમાં હુકમો ક્યાં છે. મહત્વના ફેરફારમાં અમિત શાહના નજીક ગણાતા ભરૂૂચ એસપી મયુર ચાવડાને સ્ટેટ મોનિટરિંગ સેલની જવાબદારી સોપાઈ છે. જયારે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાની ભરૂૂચ, જામનગર એસપી પ્રેમસુખ ડેલુને સુરેન્દ્રનગર એસપી તરીકે, દાહોદ એસપી રાજદિપસિંહ ઝાલાને સાઈબર સેન્ટર એક્સલેન્સ ગાંધીનગરમાં મુકાયા છે. અમદાવાદ ટ્રાફિક ડીસીપી સહીન હસનને મહિસાગર એસપી અને નીતા દેસાઈને મેટ્રો સિક્યુરીટી-1માં મુકાયા છે. તાજેતરમાં સાઈબર કાઈમના ગુનાને અંકુશમાં ગાળવા માં ભાળવા માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર ગાંધીનગરમાં સાઈબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેમાં અનુભવી આઈપીએસ અધિકારીઓને નિમણૂક આપીએક સાથે 116 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવાઈ છે.
તેમાં નવોદિત આઈપીએસને પણ મોટી પોસ્ટ પર મુકવામાં આવ્યા છે. ગૃહવિભાગ દ્વારા જારી કરાયેલી વાડીમાં મહત્વના જિલ્લાઓ અને વિભાગો પર ખાસ જોર આપવામાં આવ્યું છે છે. સીધી ભરતીના વર્ષ 2019-2020 ના આઈપીએસ અધિકારીને શહેરમાં ઝોનમાં, વર્ષ-2018 કે તેથી ઉપરના અધિકારીને જિલ્લાઓ અને વર્ષ 2012 અને 2013ના અધિકારીઓને નજીકના સમયમાં બઢતી મળવાની છે. તેમને સીઆઇડી ક્રાઈમના આર્થિક ગુના શહેરોના આર્થિક ગુનાની મહત્વની જવાબદારી સોપવામાં આવી છે.
ડીઆઇજી લેવલની બદલીનું કોકડું ગુચવાતા 2011ની આખી બેચને વેઇટિંગ ફોર પોસ્ટિંગ
આઈપીએસ અધિકારીઓની બદલીમાં ડીઆઈજી લેવલની બદલીનું કોકડું ગુચવાયું છે. વર્ષ 2011 બેચના એસ.પી. લેવલના અધિકારી કે જેમને ડીઆઈજીનું પ્રમોશન મળ્યું છે તેવા ડીઆઇજી લેવલના 10 અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ડીઆઈજી લેવલના અધિકારીઓની બદલીના હુકમો થશે. વેઇટિંગ ફોર પોસ્ટિંગ માટે રખાયેલ અધિકારીઓમાં સુરત ગ્રામ્યના એસ.પી. હિતેશ જોઇસર, મહેસાણા એસ.પી. તરૂણ દુગ્ગલ, સીઆઇડી ક્રાઇમના એસ.પી. ચૈતન્ય મંડલીક, વેસ્ટર્ન રેલવે વડોદરાના એસ.પી. સરોજકુમારી, સુરત ઝોન પાંચના ડીસીપી આર.પી.બારોટ, સુરેન્દ્રનગર એસ.પી. જી.એ.પંડયા, મરીન ટાસ્કફોર્સના એસ.પી. આર.ટી. સુસરા, રાજકોટ એસ.આર.પી. ગ્રુપ-13ના કમાન્ડન્ટ સુધા પાંડે અને કરાઇ પોલીસ એકેડમીના એસ.પી. સુજાતા મઝમુદારનો સમાવેશ થાય છે.