રેલવે યાર્ડમાં ટ્રેનનો કોચ ખડી પડયો, પાંચ કર્મચારીઓ ઇજાગ્રસ્ત
રાજકોટ રેલવેના યાર્ડમાં સૌરાષ્ટ્ર તરફ આવતી જતી મોટા ભાગની ટ્રેનોના મેન્ટેન્શની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે યાર્ડમાં એક યાત્રાળુ ટ્રેનના મેન્ટેન્સની કામગીરી ચાલી રહી હતી ત્યારે લેન નં.1 પર એક જનરલ કોચ ખડી પડયો હોવાની માહિતી રેલવેના કંટ્રોલરૂમમાં સવારે 10.05 મીનીટે આપવામાં આવે છે ત્યારે સમગ્ર રેલવે કચેરીમાં દોડધામ મચી જવા પામે છે. આ ઘટનામાં મેન્ટેન્સની કામગીરી કરતા પાંચ જેટલા કર્મચારીઓ જે એન્જીનીયરીંગ વિભાગના હતા તેને ઇજા થઇ હતી.
આ ઘટનાની જાણ થતા જ ડીઆરએ, સેફટી અધિકારી સહીત રેલવેના સંબંધીત અધિકારીઓ દોડી ગયા હતા અને ત્યારબાદ તમામ સ્ટાફ તાકીદે પહોંચી ગયો હતો. કોચમાંથી ઘાયલોને કાઢી અને સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રેલવે વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવી હતી અને સંબંધીત વિભાગોની કામગીરી અંગે રિપોર્ટ મેળવવામાં આવ્યો હતો. આખરે 12 અને 9 મિનીટે રેલવે વિભાગ દ્વારા મોકડ્રીલ જાહેર કરતા તમામે હાશકારો અનુભવ્યો હતો.