રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરત-વલસાડ સ્ટેશન વચ્ચે ટ્રેન દુર્ઘટના: માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા, મુખ્યલાઈન પર દુર્ઘટનાથી ટ્રેનનો ટ્રાફિક પ્રભાવિત

06:12 PM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઉત્તરપ્રદેશમાં બનેલી ટ્રેનની દુર્ઘટના હજુ ભૂલાય નથી ત્યાં ગુજરાતમાં વધુ ટ્રેનની દુર્ઘટના સર્જાઈ છે. સુરત-વલસાડ વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. અને ટ્રેનના 3 ડબ્બા ઉતરી જતાં ટ્રેનનો રસ્તો પ્રભાવિત થયો છે. આ દુર્ઘટનાથી ટ્રેનનો ટ્રાફિક પ્રભાવિત થયો છે. જો કે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર વલસાડના ડુંગરી નજીક આં દુર્ઘટના સર્જાઈ હતી. માલગાડીને 3 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા હતાં. મુખ્ય લાઈનથી લૂપ લાઇન પર ટ્રેન ડ્રાઈવર્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. જેથી રેલવે વિભાગ દોડતું થયું હતું. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ટ્રેનના ડબ્બાને યોગ્ય કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઘટનાને લઈને રેલવે વ્યવહારને અસર થઈ છે. થોડા સમય સુધી એક ટ્રેક પરથી રેલ વ્યવહાર યથાવત કરાયો છે.જો કે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

Tags :
gujaratgujarat newsSurat-Valsad stationtraffic affectedtrainTRAIN ACCIDENT
Advertisement
Next Article
Advertisement