રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચાલુ રીક્ષાએ પુત્રીને બચાવવા ગયેલી માતાનું ગબડવાથી કરુણ મોત

12:55 PM Feb 22, 2024 IST | Bhumika
closeup of the feet of a dead body covered with a sheet, with a blank tag tied on the big toe of his left foot, in monochrome, with a vignette added
Advertisement

ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતા હંસાબેન રમેશભાઈ મારુ નામના 50 વર્ષના મહિલા ગઈકાલે બુધવારે સાંજના સમયે તેમની પુત્રીને સાથે લઈને સુરજકરાડીથી વરવાળા ખાતે જઈ રહ્યા હતા.
ત્યારે દ્વારકા - ઓખા હાઈવે પર મકનપુર ગામ નજીક પહોંચતા હંસાબેનની પુત્રીને જોકું આવી ગયું હતું. જેથી તેણીને રિક્ષામાંથી પડી જતા અટકાવતા પકડવા ગયેલા હંસાબેન પોતે રિક્ષામાંથી પડી ગયા હતા.
જેથી તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર સાથે ખંભાળિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર વિજયભાઈ રમેશભાઈ મારુએ દ્વારકા પોલીસને કરી છે.

Advertisement

આપઘાત
દ્વારકામાં સ્વૈચ્છિક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ખાતે રહેતા અને મૂળ કેરળ રાજ્યના અલાટપૂઝા તાલુકાના વતની એવા જય પોલેસ કુરેન જોડુ નામના 74 વર્ષના ક્રિશ્ચન ભિક્ષુકે ગઈકાલે બુધવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ દ્વારકા પોલીસને કરાઈ છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement