પાલિતાણાના વાળુકડ ગામે શ્ર્વાને હુમલો કરતા બાળકનું કરૂણ મોત
ભાવનગરમાં શ્વાનના હુમલામાં એક બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે, પાલીતાણાના વાળુકડ ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, વાડીમાં કામ કરતા મજૂરના પરિવાર પર શ્વાને હુમલો કરતા તેનું મોત થયું છે, એક મહિલા અને બે નાના બાળકો પર શ્વાને હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.
ભાવનગરમાં રખડતા શ્વાનના કારણે એક બાળકનું મોત થયું છે, તો શ્વાને અન્ય લોકો પર પણ હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યા છે, સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, રખડતા શ્વાનને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે, રખડતા શ્વાન હોય કે ઢોર હોય પાલિકા આ મામલે કઈ કામગીરી કરતું નથી.
પાલીતાણાના વાળુકડ ગામે રખડતા શ્વાને ત્રણ લોકો પર હુમલો કર્યો છે, વાડી વિસ્તારમાં ખેત મજૂર પર રખડતા શ્વાને હુમલો કર્યો છે જેમાં એકનું મોત અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક મહિલા અને બે નાના બાળકો પર શ્વાને કર્યો હુમલો, સમગ્ર ઘટનામા પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે, સાથે સાથે મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.