કરુણાંતિકા : અકસ્માતે દાઝેલા ત્રણ વર્ષના માસૂમનો જીવનદીપ બુઝાયો
રાજકોટમાં દૂધની ડેરી પાસે આવેલા હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા શ્રમિક પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક 10 દિવસ પૂર્વે રમતો હતો ત્યારે અકસ્માતે દૂધની તપેલી માથે પડતાં માસુમ ગંભીર રીતે દાજી ગયો હતો. માસુમ બાળકને સારવારમાં દમ તોડતાં શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે કરૂણકલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં દૂધની ડેરી પાસે આવેલા હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા શ્રમિક પરિવારનો નિહીર કૃણાલભાઈ તિવારી નામનો ત્રણ વર્ષનો માસુમ બાળક ગત તા.17નાં રોજ પોતાના ઘરે રાત્રીનાં અગિયારેક વાગ્યાના અરસામાં રમતો હતો ત્યારે માસુમ બાળક ઉપર અકસ્માતે દૂધની તપેલી માથે પડતાં માસુમ બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા માસુમ બાળકને તાત્કાલીક સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ માસુમ બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક મિહીર તિવારીનો પરિવાર મુળ ઉત્તર પ્રદેશનો વતની છે. મૃતક મિહીર તિવારી એકની એક બહેનનનો એકનો એક મોટો ભાઈ અને માતા પિતાનો આધાર સ્થંભ એકલોતો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.